આવતી કાલથી સલૂન શરૂ થશે, આગામી દિવસોમાં સ્પાને પણ મંજૂરીની શક્યતા

27 June, 2020 11:03 AM IST  |  Mumbai | Mumbai Correspondent

આવતી કાલથી સલૂન શરૂ થશે, આગામી દિવસોમાં સ્પાને પણ મંજૂરીની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

મિશન બીગિન અગેઇન-4 અંતર્ગત રાજ્ય સરકારે હવે સલૂન, બ્યુટી પાર્લર અને જિમ્નૅશ્યમને કેટલીક ચોક્કસ શરતોને આધીન રહીને રવિવાર ૨૮ જૂનથી ખોલવાની પરવાનગી આપી છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર અમુક શરતો સાથે સ્પાને પણ ખોલવાની પરવાનગી આપે એવી શક્યતા છે.

સલૂનમાં અને બ્યુટી પાર્લરમાં હાલમાં માત્ર હેરકટ, હેરકલર, વેકિંગ અને થ્રેડિંગ જેવી જ સુવિધા પૂરી પાડવામાં આવશે. ડાયરેક્ટ સ્કિનને ટચ થતી સર્વિસને હાલમાં બાકાત રખાઈ છે. એ સર્વિસ પૂરી પાડનાર વાળંદે ગ્લવ્ઝ, એપ્રન અમે માસ્ક પહેરવા જરૂરી છે. દરેક સર્વિસ બાદ તેમનાં સાધનો અને બેઠક સૅનિટાઇઝ કરવાં પડશે. વળી દર બે કલાકે કૉમન એરિયા પણ સૅનિટાઇઝ કરવો પડશે. તેમણે ડિસ્પોઝેબલ નૅપ્કિન અને ટૉવેલ વાપરવાં પડશે જે એક વાર વાપર્યા પછી ડિસ્પઝ કરવાનાં રહેશે.

mumbai mumbai news coronavirus covid19 lockdown