સરકારી સ્ટાફને લોકલ ટ્રેનમાં મુસાફરીના મામલે હજી કોઈ નિર્ણય નથી લેવાયો

30 June, 2020 11:20 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

સરકારી સ્ટાફને લોકલ ટ્રેનમાં મુસાફરીના મામલે હજી કોઈ નિર્ણય નથી લેવાયો

ક્યુઆર કોડ પાસને કારણે કેટલા પ્રવાસીઓ આવશે એની ખબર પડે અને એના આધારે કેટલી લોકલ ટ્રેન દોડાવવી જરૂરી છે એની પણ ખબર પડે. તસવીર : સતેજ શિંદે

લોકલ ટ્રેનોમાં અન્ય કોઈ પણ કૅટેગરીના પ્રવાસીઓને પ્રવેશ આપવાના મામલે મહારાષ્ટ્ર સરકાર અને ભારતીય રેલવે વચ્ચે સોમવારે યોજાયેલી સંયુક્ત બેઠકમાં રેલવેના અધિકારીઓએ રાજ્યને ક્યુઆર કોડ પાસની પ્રક્રિયા ઝડપી બનાવવાની વિનંતી કરી હતી, જેથી ભીડનું વાસ્તવિક રીતે મૂલ્યાંકન કરી શકાય તેમજ લોકલ ટ્રેનોની સંખ્યા એ અનુસાર ગોઠવી શકાય.

શનિવારે કેન્દ્રીય ગૃહસચિવે આવકવેરા, કસ્ટમ્સ અને પોસ્ટ વિભાગ સહિતના કેન્દ્ર સરકારના વધુ કર્મચારીઓ માટે સ્થાનિક ટ્રેનો ઉપલબ્ધ કરાવવાની માગણી કરી હતી. જોકે મહારાષ્ટ્ર સરકાર હજી સ્થાનિક ટ્રેનોમાં સવારી કરનાર પ્રવાસીઓના ડેટા પર કામગીરી કરી રહી છે. એક વખત આ ડેટા આવી જાય ત્યાર પછી અમે સ્થાનિક ટ્રેનના પ્રવાસીઓ વિશેની વાસ્તવિક વિગતો મેળવી શકીશું અને આ રીતે ઑથોરિટી વિના પ્રવાસ ખેડનારા લોકોને દૂર રાખી શકાશે. વળી એને કારણે કેટલી સર્વિસ શરૂ કરવાની જરૂર છે એનો આંકડો પણ અમે નક્કી કરી શકીશું. જરૂર પડ્યે અમે આ સંખ્યાના આધારે સેવાઓમાં ઉમેરો કરીશું. હાલના તબક્કે કોઈ નિર્ણય લેવાયો નથી, એમ બેઠકમાં હાજર રહેનારા એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું. રેલવેએ જણાવ્યું હતું કે તેઓ આંતરિક સ્તરે ક્યુઆર કોડ પાસને તેમના ટિકિટિંગ સૉફ્ટવેર સાથે એકીકૃત કરવા માટે સજ્જ છે, જેને વર્તમાન યુટીએસ ઍપ પર વાપરી શકાય છે.

mumbai local train lockdown coronavirus central railway covid19 mumbai news mumbai rajendra aklekar