ડબ્બાવાળાઓએ પણ કરી લોકલમાં પ્રવાસની માગણી

13 September, 2020 09:39 AM IST  |  Mumbai | Agency

ડબ્બાવાળાઓએ પણ કરી લોકલમાં પ્રવાસની માગણી

ડબ્બાવાળા

મુંબઈગરાઓને સમયસર ડબ્બા પહોંચાડતા ડબ્બાવાળાઓએ તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પાસે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી માગી છે. કોરોનાના સમયગાળામાં એસેન્શિયલ્સ સર્વિસના કર્મચારીઓને પ્રવાસ કરવાની અનુમતી આપવામાં આવી છે, એવામાં ડબ્બાવાળા અસોસિએશને ગઈ કાલે આ અનુમતી માગી હતી.‌ અસોસિએશનના વડા સુભાષ તાલેકરે કહ્યું કે ‘મુંબઈગરાઓને સમયસર ભોજન પૂરું કરવા માટે ડબ્બાવાળાઓની ગણતરી પણ એસેન્શિયલ્સ સર્વિસમાં થવી જોઈએ. એક બાજુ જ્યાં લોકો કર્મચારીઓની સંખ્યા ઓછી કરીને બેઠા છે ત્યાં લોકો અમને ડબ્બા પહોંચાડવાનું કહી રહ્યા છે. અમે પ્રત્યેક ડબ્બાવાલા દીઠ ૫૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય રાજ્ય સરકાર પાસેથી માગી હતી, જે હજી પણ પેપર પર જ છે. ટિફિન સર્વિસનાં ૧૩૦ વર્ષના ઇતિહાસમાં છ મહિનાનો આવો લાંબો બ્રેક ક્યારેય નથી આવ્યો.’

શહેરમાં અંદાજે ૪૫૦૦થી ૫૦૦૦ ડબ્બાવાલા છે, જે દિવસના બે લાખથી વધારે ડબ્બા ડિલિવર કરે છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown