લાંબી લાઇનો, ત્રસ્ત પ્રવાસીઓ અને સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી

17 June, 2020 08:04 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

લાંબી લાઇનો, ત્રસ્ત પ્રવાસીઓ અને સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી

થાણે રેલવે-સ્ટેશને ટિકિટ લેવા માટે લાગી લાંબી લાઇન.

અસેન્શિયલ સર્વિસના કર્મચારીઓ માટે મુંબઈની લોકલ ટ્રેનો દોડાવવાના બીજા દિવસે કેટલાંક સ્ટેશનોએ ભારે ગિરદી જોવા મળી હતી. શહેરભરનાં મોટા ભાગનાં સ્ટેશનો પર ટિકિટ લેવા માટે તથા મુસાફરી કરતાં પહેલાં થર્મલ ટેસ્ટિંગ અને આઇડી ચેક કરવા માટેની લાંબી લાઇન જોવા મળી હતી. એ સિવાય રાજ્ય સરકારે ઑફિસો અને સરકારી કર્મચારીઓના કામકાજનો સમય નિશ્ચિત કર્યો ન હોવાથી દરેક રેલવે-સ્ટેશનો પર કર્મચારીઓ સોશ્યલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા.

મુંબઈ સીએસએમટી સ્ટેશને ટિકિટ લેવા માટે તથા સ્ટેશનમાં અંદર જવા માટેની લાંબી લાઇન સ્ટેશનની પાછળ આવેલા બસ-ડેપો સુધી પહોંચી ગઈ હતી. લતા અર્ગાડે નામની કલ્યાણમાં રહેતી એક મહિલાએ કહ્યું હતું કે ‘બસ-ડેપો સુધી લાઇન લાગી હોવાથી મને સ્ટેશનમાં અંદર પહોંચતાં ૪૦ મિનિટ લાગી હતી. થર્મલ અને આઇડી તપાસવામાં ખૂબ સમય લાગી રહ્યો છે. આને લીધે મારી ૫.૩૦ વાગ્યાની ટ્રેન છૂટી ગઈ હતી. ત્યાર બાદ ૬.૫૩ વાગ્યાની ટ્રેન સુધી રાહ જોવી પડી. ટ્રેનમાં ચડ્યા બાદ પણ ભારે ભીડ હોવાથી સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાનું મુશ્કેલ થઈ ગયું હતું. કોઈ જવાબદાર વ્યક્તિ નિયમનું પાલન કરવાની સૂચના આપવા માટે ટ્રેનની અંદર કે પ્લૅટફૉર્મ પર નહોતુી.’

રેલવેના પ્રવક્તાઓએ કહ્યું હતું કે ‘થર્મલ ટેસ્ટિંગ અને આઇડી કાર્ડ ચેક કરવા માટે કેટલાંક રેલવે-સ્ટેશનોએ મુસાફરોની લાંબી લાઇન લાગી હતી. જોકે મોટા ભાગના લોકોને આ પ્રક્રિયા સામે વાંધો ન હોવાથી તેમણે પ્રવાસ કર્યો હતો.’

mumbai mumbai news lockdown coronavirus covid19 central railway western railway rajendra aklekar