સ્ટુડન્ટ્સમાં કન્ફ્યુઝન: ICSE એક્ઝામ રદ તો કરાઈ, પણ ગ્રેડ કઈ રીતે આપશો?

30 June, 2020 07:49 AM IST  |  Mumbai | Pallavi Smart

સ્ટુડન્ટ્સમાં કન્ફ્યુઝન: ICSE એક્ઝામ રદ તો કરાઈ, પણ ગ્રેડ કઈ રીતે આપશો?

ફાઈલ તસવીર

આઇસીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના પેરન્ટ્સ બાકી રહેલી બોર્ડની પરીક્ષાઓ રદ થયા પછી ખૂબ જ રાહત અનુભવી રહ્યા છે. જોકે આ સાથે જ તેઓ મૂલ્યાંકન-પ્રક્રિયા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે એ વિશે મૂંઝવણ અનુભવી રહ્યા છે.

બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે પરીક્ષા વિરુદ્ધ પેરન્ટ્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે જુલાઈમાં નિર્ધારિત બાકી રહેલી આઇસીએસઈ બોર્ડની પરીક્ષા રદ કરવાનો આદેશ આપ્યાના એક અઠવાડિયા બાદ આ વાત સામે આવી છે.

જુલાઈમાં પરીક્ષાઓ લેવા વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી કરનાર એક પેરન્ટ અરવિંદ તિવારીએ મૂલ્યાંકનની પદ્ધતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ગઈ કાલે મુંબઈ હાઈ કોર્ટમાં જણાવ્યું હતું કે આઇસીએસઈએ હજી સુધી મૂલ્યાંકન પદ્ધતિનો ખુલાસો કર્યો નથી. જોકે હાઈ કોર્ટે કહ્યું હતું કે જો પેરન્ટ્સ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પદ્ધતિથી સંતુષ્ટ ન હોય તો તેમણે નિર્દિષ્ટ તારીખની અંદર સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ.

કેટલાક પેરન્ટ્સે જણાવ્યું કે મૂલ્યાંકનની પદ્ધતિ વિશે કોઈ સ્પષ્ટતા ન હોવાથી પરિણામ જાહેર થયા પછી પ્રવેશપ્રક્રિયામાં ભાગ લેવા માટેનો સ્કોર એ મહત્વપૂર્ણ પરિબળ છે.

પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, પરંતુ મૂલ્યાંકન-પ્રક્રિયા પર સ્પષ્ટતા ખૂબ મહત્વપૂર્ણ છે. મહેશ ઝા નામના એક પેરન્ટે જણાવ્યું કે ‘વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે એ પદ્ધતિ ઍડ્મિશન-પ્રક્રિયાની સ્પર્ધા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અમે નથી ઇચ્છતા કે આખું વર્ષ કૉલેજની બેઠકો માટે સ્પર્ધા કરતા આઇસીએસઈના વિદ્યાર્થીઓ રાજ્યના બોર્ડના વિદ્યાર્થીઓની સરખામણીમાં પાછળ રહે, કોર્ટે બોર્ડને નવી પદ્ધતિ રજૂ કરવા જણાવ્યું હતું.’

આજે મેં બૉમ્બે હાઈ કોર્ટમાં જણાવ્યું હતું કે આઇસીએસઈએ હજી સુધી પરીક્ષાની પદ્ધતિ વિશે ખુલાસો કર્યો નથી. હાઈ કોર્ટે કહ્યું હતું કે જો બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પદ્ધતિથી આપણને સંતોષ નથી તો વાલીઓએ નિર્દિષ્ટ તારીખની અંદર સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ.
-અરવિંદ તિવારી, જુલાઈમાં પરીક્ષા સામે પિટિશન કરનાર

આ પદ્ધતિ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાની રીત નક્કી કરશે, જે પ્રવેશ માટેની સ્પર્ધા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અમે નથી ઇચ્છતા કે આઇસીએસઈના વિદ્યાર્થીઓ રાજ્યના બોર્ડના વિદ્યાર્થીઓ સાથે સરખામણીમાં પાછળ રહે. બધા જ કૉલેજની બેઠકો માટે હરીફાઈ કરે.
- મહેશ ઝા, પેરન્ટ

coronavirus covid19 bombay high court lockdown pallavi smart mumbai news