સ્પેશ્યલ ટ્રેન નાશિકથી 847 પરપ્રાંતીયોને લઈને લખનઉ જવા રવાના

03 May, 2020 10:36 AM IST  |  Mumbai | Agencies

સ્પેશ્યલ ટ્રેન નાશિકથી 847 પરપ્રાંતીયોને લઈને લખનઉ જવા રવાના

પરપ્રાંતિય મજૂરોને નાશિકથી લખનઉ લઈ જતી સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી બતાવતા ડાબેથી છગન ભૂજબળ, પોલીસ કમિશન વિશ્વાસ નારાયણ નાંગ્રે પાટીલ અને કલેકટર સુરજ મંધારે. તસવીર : પી.ટી.આઇ

મહારાષ્ટ્રના નાશિકથી ઊપડેલી ખાસ ટ્રેન ફસાઈ ગયેલા ૮૪૭ સ્થળાંતરિત મજૂરોને લઈને લખનઉ જવા રવાના થઈ હતી એમ સેન્ટ્રલ રેલવે (સીઆર)એ જણાવ્યું હતું.

ટ્રેન સવારે ૧૦.૨૦ વાગ્યે નાશિક રોડ રેલવે સ્ટેશન પરથી ઊપડી હોવાનું સીઆરના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે ‘૮૪૭ મુસાફરો સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને ટ્રેનમાં ચઢ્યા હતા. સ્પેશ્યલ ટ્રેન ૧૭ કોચ ધરાવે છે.’

પહેલી મેના રોજ નાશિકથી બે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાની યોજના હતી એને સ્થાને સીઆરે ભોપાલ માટે માત્ર એક ટ્રેન દોડાવી હતી.

૩૦૦ સ્થળાંતરિતો સાથેની ટ્રેન શુક્રવારે ઊપડી હતી અને શનિવારે સવારે ભોપાલ પહોંચી હતી. લખનઉ માટેની ટ્રેન પણ આગલી રાતે ઊપડવાની હતી, પરંતુ કોઈ કારણસર એનો સમય પાછો ઠેલવામાં આવ્યો હતો.

mumbai mumbai news coronavirus covid19 nashik lucknow