નો માસ્ક નો વરી...

07 September, 2020 07:12 AM IST  |  Mumbai | Prajakta Kasale

નો માસ્ક નો વરી...

માસ્ક વગર દેખાતા લોકો

કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ માસ્ક વિના બહાર નીકળવા પર ૧૦૦૦ રૂપિયાનો દંડ હોવા છતાં લોકો શા માટે એની અવગણના કરીને કોઈ પણ પ્રકારના ડર વિના જાહેરમાં ફરી રહ્યા છે એ જ સમજાતું નથી.

છેલ્લા કેટલાક મહિના દરમ્યાન બીએમસી દ્વારા વસૂલવામાં આવેલા દંડની વિગતો જોતાં ધ્યાન પર આવ્યું હતું કે માસ્ક પહેર્યા વિના ફરનારા લોકો વિરુદ્ધ બીએમસી કડક હાથે કામ નહોતી લઈ રહી.

ટોટલ લૉકડાઉન લાગુ કર્યાના થોડા સમય બાદ એટલે કે એપ્રિલ મહિનામાં નિયમોનું કડકપણે પાલન કરવામાં આવતું હોવાથી રોજના સરેરાશ ૨૪ લોકોને દંડિત કરવામાં આવતા હતા.

મે મહિનામાં આંકડામાં ઘટાડો નોંધાયો હતો જે જુલાઈ-ઑગસ્ટમાં દુકાનો-ઑફિસો ખૂલ્યા પછી ક્રમશ: ઘટતો રહ્યો હતો. આ સમયગાળામાં રોજના સરેરાશ ૧૨ જણ સામે દંડની કાર્યવાહી થતી હતી. બીએમસીએ જણાવ્યું હતું કે વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગે માસ્ક ન પહેરનારાઓને દંડિત કરવા માટે ક્લીનઅપ માર્શલ નીમ્યા હતા.

આ ક્લીનઅપ માર્શલોએ એપ્રિલમાં ૫૨૩ લોકોને દંડ કરી ૪,૮૨,૭૦૦ રૂપિયા વસૂલ્યા હતા. નવમી એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમ્યાન ૨૦૬૫ લોકોને દંડ કરી ૨૦.૧૫ લાખ દંડ વસૂલ કર્યો હતો, જ્યારે કે અન્ય ૫૫૦૦ લોકોને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા હતા.

જુલાઈ-ઑગસ્ટ મહિનામાં બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલે અનલૉક 2.0 જાહેર કર્યા બાદ દંડની રકમ ૧૦૦૦ની કરી હોવા છતાં ઘણા ઓછા લોકોને દંડ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનામાં બીએમસીએ ૭૩૩ લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ કરી ૩૩,૦૦૦ રૂપિયા વસૂલ્યા હતા.

mumbai mumbai news coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation prajakta kasale