મુંબઈ : રેલવે પોલીસ કૉન્સ્ટેબલનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ

02 April, 2020 12:22 PM IST  |  Mumbai | Agencies

મુંબઈ : રેલવે પોલીસ કૉન્સ્ટેબલનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) પોલીસ-સ્ટેશનમાં પોસ્ટિંગ ધરાવતા એક કૉન્સ્ટેબલનો કોરોના વાઇરસ ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેના પરિવારના સભ્યો અને તેના સંપર્કમાં આવેલા ૩૨ પોલીસ-કર્મચારીઓને ક્વૉરન્ટીન રહેવાનું જણાવાયું છે. મહારાષ્ટ્રમાં પોલીસ-કર્મચારી વાઇરલ સંક્રમણના સંપર્કમાં આવ્યાનો આ પ્રથમ કેસ છે. કૉન્સ્ટેબલની કસ્તુરબા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તથા તેની સાથે કામ કરી રહેલા ચાર પોલીસોનાં સૅમ્પલ્સ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે.

થાણે જિલ્લાની કલ્યાણ ટાઉનશિપના રહેવાસી આ પોલીસે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ કરતાં તેને સોમવારે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. અન્ય પોલીસો સાથે આ કૉન્સ્ટેબલનું પોસ્ટિંગ ૧૫મીથી ૨૨ માર્ચ અને ૨૪થી ૨૭ માર્ચ દરમ્યાન દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ રેલવે પોલીસ-સ્ટેશનમાં થયું હતું.

તેનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા પોલીસોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી.

mumbai mumbai news indian railways coronavirus covid19