કૉન્સ્ટેબલનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં ત્રીજી પોલીસ કૉલોની સીલ થઈ

14 April, 2020 07:33 AM IST  |  Mumbai | Vishal Singh

કૉન્સ્ટેબલનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં ત્રીજી પોલીસ કૉલોની સીલ થઈ

ગોવંડીના શિવાજીનગરના સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરનારાઓ સામે બળપ્રયોગ કરવાના પ્રયાસમાં પોલીસો જીવલેણ વાઇરસના સંસર્ગમાં આવવાનું જોખમ વહોરી લે છે. તસવીર: સૈયદ સમીર અબેદી

પોલીસ-કર્મચારીઓના પરિવારજનોને ચેપ ન લાગે એ માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થાની વિનંતી કર્યાના દિવસો બાદ રવિવારે શહેરની ત્રીજી પોલીસ કૉલોનીને સીલ કરવામાં આવી છે. બાંગુરનગર પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં અધિકારીઓએ ૧૦,૦૦૦ પોલીસ-કર્મચારીઓના પરિવારજનોનાં રહેઠાણ ધરાવતી પોલીસ કૉલોનીને સીલ કરી છે.

નાયગાંવના પોલીસ કૉન્સ્ટેબલના સંપર્કમાં આવેલા તમામ પોલીસ-કર્મચારીઓને આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે તથા વહેલી તકે તેમનું પણ ટેસ્ટિંગ કરાશે. નાયગાંવના પોલીસ કૉન્સ્ટેબલને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ટેસ્ટનાં પરિણામ જાહેર થતાં જ તે જે વિસ્તારમાં રહેતો હતો એ પરિસરને બીએમસી અને પોલીસ-અધિકારીઓએ સીલ કર્યું હતું.

સ્થાનિક પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શક્તિપ્રસાદ થોરાતે બે અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર અને ચાર કૉન્સ્ટેબલની નિમણૂક કરી સંબંધિત બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને જીવનાવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ઘર સુધી પહોંચાડાય એની ખાતરી કરવાનું જણાવ્યું હતું. આ અગાઉ કુરાર પોલીસ-સ્ટેશનનો પીએસઆઇ કોરોના પૉઝિટિવ જાહેર થતાં બોરીવલીમાં એક બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું હતું.

mumbai mumbai news coronavirus naigaon vishal singh