કોરોનાનો અસર: મુંબઈમાં 31 માર્ચ સુધી ફક્ત પબ અને બાર બંધ

18 March, 2020 07:21 AM IST  |  Mumbai | Phorum Dalal, Anju Maskeri

કોરોનાનો અસર: મુંબઈમાં 31 માર્ચ સુધી ફક્ત પબ અને બાર બંધ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસનો પ્રસાર રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં ૩૧ માર્ચ સુધી ફક્ત પબ અને બાર બંધ રાખવાની સૂચના આપી છે. રેસ્ટોરાંને એ સૂચનામાં આવરી લીધાં નથી, પરંતુ કેટલીક રેસ્ટોરાં રાજ્ય સરકારને રોગચાળાવિરોધી લડતમાં સમર્થન આપવા સ્વૈચ્છિક રીતે બંધ રાખવા તૈયાર છે.

ગઈ કાલે ‘લોર્ડ ઑફ ડ્રિન્ક્સ’ અને ‘પ્લમ બાય બેન્ટ ચૅર’ જેવી બ્રૅન્ડ્સના પ્રૉપ્રાઇટર પ્રિયાંક સુખીજાએ તેમની રેસ્ટોરાં બંધ રાખવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો પ્રસાર રોકવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સેલ્ફ ક્વૉરન્ટીનની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને અમારી બધી રેસ્ટોરાં આજથી બંધ રાખીશું.

ચેન્નઈના માઉન્ટ રોડ સોશ્યલનું કામકાજ હાલમાં બંધ કરાયું છે, પરંતુ મુંબઈની આઉટ પોસ્ટ્સ ચાલુ રહેશે. દુબઈની સરકારના બાર, પબ્સ અને લૉન્જ બંધ રાખવાના નિર્ણય બાબતે ઇમ્પ્રેસારિયો હૅન્ડમેડ રેસ્ટોરાંના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રિયાઝ અમલાણીએ કહ્યું કે ભારતમાં પણ આપણે એ બાબતનું અનુસરણ કરવું જોઈએ, પરંતુ બાર અને રેસ્ટોરાંના કર્મચારીઓને સહાય માટે સરકારના સહયોગની જરૂર છે. રેસ્ટોરાંના માલિકો તેમના કર્મચારીઓના પગાર ચાલુ રહે એ માટે સરકારની સહાય માગે છે. સરકાર એક્સાઇઝ ફી અને ચાર્જિસ તેમ જ વૅલ્યુ ઍડેડ ટૅક્સ (વૅટ)નો દર ઘટાડે તથા લાઇસન્સ-ફીનો દર ઓછો કરે તો શક્ય બને.’

સંબંધિત વર્ગો સરકાર તરફથી પ્રતિસાદની પ્રતીક્ષા કરે છે ત્યારે નૅશનલ રેસ્ટોરાં અસોસિએશન ઑફ ઇન્ડિયા (એનઆરએઆઇ)ની મૅનેજિંગ કમિટીએ ગઈ કાલે આ વિષયની ચર્ચા કરીને ૩૧ માર્ચ સુધી સ્વૈચ્છિક રીતે હોટેલો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. અસોસિએશનના પ્રમુખ અનુરાગ કર્ટિયારે જણાવ્યું હતું કે ‘અમે તમામ સભ્યોને સૂચના મોકલી છે. આ બધું રાતોરાત શક્ય નહીં બને. શહેરની ફૂડ ઍન્ડ બેવરેજિસ ઇન્ડસ્ટ્રીમાં પાંચ લાખ લોકો કામ કરે છે. એ બધા પર રોગચાળાનું જોખમ રહે છે. અમે તેમને એટલા દિવસનો પગાર જતો કરવાનું કહીએ છીએ. એ ઉપરાંત અમે જગ્યાના ભાડા વિશે લેન્ડલૉર્ડ સાથે ચર્ચા કરીશું. એ ઉપરાંત સરકારને જીએસટીમાં ટૅક્સ ક્રેડિટ આપવાનો અનુરોધ કરીશું.’

બીજી બાજુ ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (આહાર)ના પ્રમુખ શિવાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું કે ‘સરકાર બંધ કરવાનું ન કહે ત્યાં સુધી અમે રેસ્ટોરાં ખુલ્લી રાખીશું. અમારો બિઝનેસ ૬૦ ટકા ઘટી ગયો છે. અમે મુખ્ય પ્રધાનને લાઇસન્સ-ફીમાં ૧૫ ટકા વૃદ્ધિ રદ કરવાનો અનુરોધ કર્યો છે.’

coronavirus mumbai mumbai news anju maskeri