મુલુંડસ્થિત કોવિડ સેન્ટર કાર્યરત થયું,પણ 215 ICU બેડ હજી તૈયાર નથી થયા

23 July, 2020 07:06 AM IST  |  Mumbai | Anurag kamble

મુલુંડસ્થિત કોવિડ સેન્ટર કાર્યરત થયું,પણ 215 ICU બેડ હજી તૈયાર નથી થયા

મુલુંડસ્થિત કોવિડ સેન્ટર

મુલુંડમાં કોવિડ-19ના દર્દીઓ માટેની વિશાળ સુવિધાનું ઉદ્ઘાટન કર્યાના પંદર દિવસ બાદ આખરે એની કામગીરી શરૂ થઈ છે. જોકે આઇસીયુ બેડ માટે હજી રાહ જોવી પડશે. અત્યારે સમર્પિત કોવિડ હેલ્થ સેન્ટર (સીએચસી)માં ૨૮ દર્દીઓ હળવાંથી સામાન્ય લક્ષણો ધરાવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુવિધાના આઇસીયુ બેડ્સ આગામી મહિને કાર્યરત થશે.

૧૭ જુલાઈ, શુક્રવારે મેડિકલ સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો. ત્યાર બાદ સુવિધા કાર્યરત થઈ હતી અને દર્દીઓને ત્યાં મોકલવાની શરૂઆત થઈ. ડૉ. પ્રદીપ એંગરની મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

એંગરે જણાવ્યું હતું કે ‘અમે વધુ ને વધુ દર્દીઓને સેવા પૂરી પાડવા માટે સુવિધાઓ વધારવા સતત પ્રયત્નશીલ છીએ. સમર્પિત કોવિડ હૉસ્પિટલોમાં રૂપાંતરિત કરવામાં આવેલી બીએમસીની હૉસ્પિટલોના દર્દીઓને ક્રમશઃ અહીં ખસેડવામાં આવશે, જેથી એ હૉસ્પિટલો પરનું ભારણ ઓછું થાય.’

આ પણ વાંચો : મુંબઈ : લોઅર પરેલના ડીલાઇલ રોડ બ્રિજના નિર્માણકાર્યમાં પ્રગતિ

સીએચસી થાણે તથા મુંબઈના પશ્ચિમી પરા વિસ્તારોના દર્દીઓ માટે ઊભું કરવામાં આવ્યું છે. જોકે આ સુવિધાના મહત્ત્વપૂર્ણ પાસા સમાન ૨૧૫ આઇસીયુ બેડ અને ૭૫ ડાયાલિસિસ બેડ હજી સુધી કાર્યરત થયા નથી.

mumbai mumbai news coronavirus covid19 lockdown anurag kamble