મુંબઈ: કોરોનાગ્રસ્ત પોલીસો માટે દેવદૂત બન્યા આ ભાઈ

27 June, 2020 11:03 AM IST  |  Mumbai | Vishal Singh

મુંબઈ: કોરોનાગ્રસ્ત પોલીસો માટે દેવદૂત બન્યા આ ભાઈ

સંતોષ દૌંડકર

લોકો કોવિડ-19 પૉઝિટિવ વ્યક્તિઓથી અંતર જાળવતા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે ત્યારે મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને બીઆઇટી ચાલમાં રહેતા ૪૫ વર્ષના સામાજિક કાર્યકર સંતોષ દૌંડકરના સ્વરૂપમાં તારણહાર મળી ગયા છે.

દૌંડકર એક આરટીઆઇ ઍક્ટિવિસ્ટ છે. મહામારી શરૂ થઈ ત્યારથી તેઓ કોવિડ-19થી પ્રભાવિત પાડોશીઓ તથા અન્ય લોકોને જરૂરી ચીજવસ્તુ ઉપરાંત નૈતિક સહાય પણ પૂરી પાડી રહ્યા છે. દૌંડકરના રહેઠાણ નજીક કૉન્સ્ટેબલ રૅન્કના પોલીસો રહે છે. એક પાડોશી કોવિડ-19થી સંક્રમિત હોવાનું જાણ્યું એ સાથે દૌંડકર તેમને મદદ કરવા પહોંચી ગયા અને તેમને હૉસ્પિટલ પહોંચાડ્યા. અત્યાર સુધીમાં દૌંડકર 15થી વધુ પોલીસને હૉસ્પિટલ લઈ ગયા છે.

પીપીઈ કિટ સાથે સંતોષ દૌંડકર.

દૌંડકર સંક્રમિત લોકોના ઘરે જાય છે, તેમને પોતાના ટૂ-વ્હીલર પર બેસાડીને હૉસ્પિટલમાં દાખલ કરાવે છે. હોમ ક્વૉરન્ટીન કરાયેલા લોકોને તેઓ ભોજન પહોંચાડે છે.

દૌંડકર જણાવે છે, ‘કોઈ વ્યક્તિ પૉઝિટિવ આવે ત્યારે સમગ્ર પરિવાર માનસિક આઘાતમાં સરી પડે છે. આવા સમયે તેમને હિંમત આપવી જરૂરી છે, જે હું આપવાની કોશિશ કરું છું.’ મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઍફેન્સિસ વિન્ગમાં પોસ્ટિંગ ધરાવતા પોલીસ-કૉન્સ્ટેબલ રાજેન્દ્ર સાંગલે દૌંડકરના પાડોશી છે. તેમણે કહ્યું હતું કે ‘જ્યારે મારી ટેસ્ટ પૉઝિટિવ આવી ત્યારે શું કરવું એ સમને સમજાયું નહીં. દૌંડકર મને હૉસ્પિટલ લઈ ગયા અને પેપર વર્ક પણ તેમણે જ કર્યું. મારો ભાઈ કરી શકે એ કરતાં પણ વધુ દૌંડકરે મારા માટે કર્યું છે. હું તેમની આ મદદને કદીય નહીં.

mumbai mumbai news coronavirus covid19 lockdown vishal singh