ત્રણ મહિનામાં બેસ્ટને થયું 150 કરોડ રૂપિયાનું નુકસાન

11 July, 2020 11:44 AM IST  |  Mumbai | Mumbai correspondent

ત્રણ મહિનામાં બેસ્ટને થયું 150 કરોડ રૂપિયાનું નુકસાન

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ત્રણ મહિના દરમ્યાન સતત પરિવહન સેવા ચાલુ રાખનાર બેસ્ટને ગયા ત્રણ મહિનામાં લગભગ 150 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. લૉકડાઉન હળવું થયા બાદ પણ બેસ્ટના પ્રવાસીઓની સંખ્યા વધવાથી હાલમાં બેસ્ટની હાલત આમદાની અઠ્ઠની ખર્ચા રૂપૈયા જેવી થઈ છે.

માર્ચ મહિનામાં લૉકડાઉનની શરૂઆત થઈ એ પહેલાં બેસ્ટની રોજની આવક એક કરોડ 80 લાખ જેટલી હતી, જેની સામે ખર્ચ ત્રણ કરોડ જેટલો હતો. આઠમી જૂનથી બેસ્ટની સેવા નિયમિતપણે શરૂ થવા છતાં હજી એની આવક એક કરોડને વટાવી શકી નથી, જ્યારે ખર્ચ હજી પણ એટલો જ થાય છે એમ જણાવતાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે પ્રત્યેક કિલોમીટરે બેસ્ટને 115 રૂપિયાના ખર્ચ સામે 60 રૂપિયા જેટલી આવક થતી હતી, જે હવે એથી પણ ઓછી થઈ છે.

એપ્રિલ અને મે મહિનામાં 10થી 15 લાખ રૂપિયાની આવક નોંધાવનારી બેસ્ટની આવક જૂન મહિનામાં વધીને 89.56 લાખ નોંધી હતી, જે હજી પણ અગાઉની તુલનાએ ઓછી જ છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown