મુંબઈ : દેશભરમાં ફ્લાઇટ્સ રદ થવાનું યથાવત

27 May, 2020 08:02 AM IST  |  Mumbai | Gaurav Sarkar

મુંબઈ : દેશભરમાં ફ્લાઇટ્સ રદ થવાનું યથાવત

છત્રપતિ શિવાજી મહારાજ ઍરપોર્ટ પર પ્રવાસીઓ. તસવીર : પ્રદીપ ધિવાર

મુંબઈમાં કોરોના વાઇરસનો પ્રસાર વધતો જ રહ્યો હોવાથી ઍરપોર્ટ આથોરિટી પૂરતી સચેત છે. ગઈ કાલે ૨૨ ડિપાર્ચર અને ૧૯ અરાઇવલ સહિત કુલ ૪૧ ફ્લાઇટનું આવ-જા થયું હતું, જેમાં કુલ ૪૨૨૪ મુસાફરો હતા અને એ સોમવારની સરખામણીમાં ઓછા હતા.

દેશભરમાં હવાઈ મુસાફરી પુનઃ શરૂ થઈ છે ત્યારે પૅસેન્જરોએ ફ્લાઇટ રદ થવા સહિતની તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, તો કોવિડ-19ના વધતા કેસને કારણે આંધ્ર પ્રદેશમાં મંગળવારે અનિચ્છા સાથે ડોમેસ્ટિક હવાઈ સર્વિસ શરૂ થઈ હતી.

પશ્ચિમ બંગાળ સિવાય સમગ્ર દેશમાં મંગળવારથી ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા શરૂ થઇ હતઈ. જોકે ચેન્નઈ અને હૈદરાબાદ જેવાં મહત્ત્વનાં ઍરપોર્ટ્સ ફ્લાઇટ્સના વ્યવસ્થાપન ક્ષેત્રે ઘણી મર્યાદા ધરાવતાં હોવાને કારણે મંગળવારે પણ ફ્લાઇટ્સ રદ થવાનું ચાલુ રહ્યું હતું.

સોમવારની માફક કેટલાક પૅસેન્જરો મંગળવારે ઍરપોર્ટ્સ પર પહોંચ્યા ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે ફ્લાઇટ્સ રદ થઈ છે. ઘણા લોકોએ સોશ્યલ મીડિયા પર બળાપો ઠાલવ્યો હતો.

mumbai mumbai airport chhatrapati shivaji international airport gaurav sarkar