મુંબઈ : મહારાષ્ટ્રને જરૂર છે 150000 રેમડેસિવીરની

14 July, 2020 07:38 AM IST  |  Mumbai | Dharmendra Jore

મુંબઈ : મહારાષ્ટ્રને જરૂર છે 150000 રેમડેસિવીરની

માહિમમાં એક ડૉક્ટર કોરોનાનો ટેસ્ટ કરી રહી છે

કોરોનાના ભય વચ્ચે રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ જેવી દવાઓનાં કાળાબજાર પર પ્રતિબંધના પગલાને આવકારતાં ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (આઇએમએ)ના મહારાષ્ટ્ર એકમે રાજ્ય સરકારને આ ઇન્જેક્શનનો સ્ટૉક દિવસના ૧૦,૦૦૦ સુધી વધારવા જણાવ્યું છે.

આઇએમએ કરેલા વિશ્લેષણ અને આગાહીના આધારે આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જણાવતાં આઇએમએ પ્રમુખ ડૉ. અવિનાશ ભોંડવેએ જણાવ્યું હતું કે ‘રાજ્યમાં કોવિડ-19ના એક લાખ સક્રિય કેસ છે, જેમાંથી લગભગ ૨૦,૦૦૦ લોકોને આ ઇન્જેક્શનની જરૂર છે. જો નેગેટિવ કે પેન્ડિંગ રિપોર્ટને ગણતરીમાં લઈને ૩૦ ટકા વધુ દર્દીઓનો ઉમેરો કરવામાં આવે તો લગભગ ૨૬,૦૦૦ દર્દીઓને આ ઇન્જેક્શનની જરૂર પડે એમ છે.

દરેક દર્દીની સારવાર માટે રેમિડેસિવીરનાં ૬ ઇન્જેક્શનની જરૂર હોય છે. મતલબ કે રાજ્યમાં આજે દોઢ લાખ રેમડેસિવીર વાઇલ્સની જરૂર છે. જો દરરોજ ૭૫૦૦ નવા દર્દીઓનો ઉમેરો થતો હોય તો ૧૫૦૦ લોકોને દવાની જરૂર પડે છે, જે રોજનાં સરેરાશ ૧૦,૦૦૦ ઇન્જેક્શન થાય છે.

mahim coronavirus covid19 dharmendra jore brihanmumbai municipal corporation lockdown mumbai news