શ્રમિક સ્પેશ્યલ ટ્રેન્સ અચાનક રસ્તો કેમ ભૂલી જાય છે?

28 May, 2020 07:27 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

શ્રમિક સ્પેશ્યલ ટ્રેન્સ અચાનક રસ્તો કેમ ભૂલી જાય છે?

૨૧ મેના રોજ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પકડવા માટે કાંદિવલી પાસે રાહ જોતા પરપ્રાંતીયો. તસવીર : આશિષ રાજે

કોઈ ટ્રેન માર્ગ ભૂલીને નિયત જગ્યાએ પહોંચવા માટે કલાકોને બદલે દિવસો કેવી રીતે લગાવી શકે? જ્યારથી શ્રમિક સ્પેશ્યલ્સના પ્રવાસીઓએ ડ્રાઇવર રૂટ ભૂલી ગયો હોવાથી બીજા રૂટ પર ચડી ગયો હોવાની ફરિયાદો કરી, ત્યારથી આ પ્રશ્ન ભારતીયોના દિમાગને ઘમરોળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાની સમજૂતી મેળવવાના પ્રયાસરૂપે ‘મિડ-ડે’એ પ્રવાસીઓ, ટ્રેન ચલાવનાર વ્યક્તિઓ, રેલ નિષ્ણાતો વગેરે સહિતના લોકોની મુલાકાત લીધી હતી.

ભારતીય રેલવેએ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારની ઘટના ફક્ત ૨૩ અને ૨૪ માર્ચના રોજ બની હતી. ટ્રેન-ડ્રાઇવરનું રૂટ પર નિયંત્રણ ન હોવાથી તેઓ માર્ગ ભૂલી જાય એ વ્યવહારું રીતે શક્ય નથી.

આ સ્થિતિમાં એવું માલૂમ પડે છે કે દેશભરની મોટા ભાગની ટ્રેનો દેશના એક ભાગ તરફ જતી હોવાથી રૂટ પરના ટ્રાફિક જૅમને કારણે ટ્રેનોને ડાઇવર્ટ કરવી પડી હતી. ટૂંકા અંતર ધરાવતા રૂટ જૅમ થઈ ગયા હોવાથી ટ્રેનોએ વૈકલ્પિક રૂટ અપનાવવો પડતો હતો. આમ, ટ્રેનો ચાલતી રહેતી હતી. જોકે પ્રવાસીઓને ભોજન અને પાણી પૂરાં પાડવામાં સમસ્યા સર્જાતી હતી, કારણ કે નાનાં સ્ટેશનો આ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ ન હતાં.

ડાઇવર્ઝન

પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર રવિન્દર ભાકરના જણાવ્યા પ્રમાણે ૨૧ મેના રોજ ઊપડેલી વસઈ-ગોરખપુર શ્રમિક સ્પેશ્યલ કલ્યાણ-જલગાંવ-ભુસાવલ-ખાંડવા-ઇટારસી-જબલપુર-માનિકપુર રૂટ પર દોડવાની હતી, પરંતુ ઇટારસી-જબલપુર-પંડિત દીનદયાલ નગર રૂટ પરના ટ્રાફિક જૅમને કારણે તેને બિલાસપુર (દક્ષિણ પૂર્વ સેન્ટ્રલ રેલવે), જારસુગુડા, રૂરકેલા, આદ્રા, આસનસોલ (પૂર્વીય રેલવે) તરફ ડાઇવર્ટ કરવી પડી હતી.

mumbai mumbai news rajendra aklekar indian railways coronavirus covid19