મુંબઈ યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષાઓ જુલાઈમાં લેવાશે

19 May, 2020 08:24 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષાઓ જુલાઈમાં લેવાશે

સર્ક્યુલરમાં જણાવાયું છે કે માર્ચ સુધી જેટલો અભ્યાસક્રમ પૂરો થયો છે એના આધારે તમામ પરીક્ષા લેવાશે.

યુનિવર્સિટી ઑફ મુંબઈએ સોમવારે વિસ્તૃત પરિપત્ર બહાર પાડીને ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષ માટે અપનાવવામાં આવનારી મૂલ્યાંકનની પ્રક્રિયા વિશે સ્પષ્ટ માહિતી પૂરી પાડી હતી, જેને કારણે વિદ્યાર્થીઓએ કંઈક અંશે રાહતનો શ્વાસ લીધો હતો. આ સર્ક્યુલરમાં કોર્સનાં નામ અને જુલાઈમાં જે સેમેસ્ટર્સ માટે પરીક્ષા લેવામાં આવશે એ આખરી સેમેસ્ટર્સની વિગતો આપવામાં આવી હતી.

શૈક્ષણિક વર્ષ આકસ્મિક રીતે જ પૂરું થઈ જતાં વિદ્યાર્થીઓ જેના આધારે તેમનું મૂલ્યાંકન કરવામાં આવશે એ અભ્યાસક્રમ વિશે ચિંતિત હતા. આ વિશે પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તમામ પરીક્ષાઓ માર્ચ સુધી પૂરા થયેલા અભ્યાસક્રમ પર આધારિત હશે. એટીકેટીનાં પેપર્સની ચિંતા કરનારા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ જુલાઈમાં લેવામાં આવશે.

યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા હોય તો એના નિવારણ માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઍન્ડ ઇવેલ્યુએશનના ડિરેક્ટર વિનોદ પાટીલ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ફાઇનલ યરના વિદ્યાર્થીઓના ફાઇનલ સેમેસ્ટર માટેની પરીક્ષાઓ યોજાશે.

mumbai mumbai news pallavi smart mumbai university coronavirus covid19