બોલો, ઍન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ બે દર્દીઓ પછી થયા પૉઝિટિવ

24 July, 2020 07:04 AM IST  |  Mumbai | Arita Sarkar

બોલો, ઍન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ બે દર્દીઓ પછી થયા પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

પૂર્વીય અને પશ્ચિમી ઉપનગરોના ૮ વૉર્ડમાં લેવામાં આવેલાં ઍન્ટિજન પરીક્ષણોમાં નકારાત્મક પરીક્ષણ કરાવનારા હજારો લોકોમાંથી આરટી-પીસીઆર પરીક્ષણ માટે ગણતરીના લોકોને મોકલવામાં આવ્યા હતા અને એમાંથી માત્ર ‘પી’ સાઉથ વૉર્ડમાં કોવિડ-19નાં માત્ર બે જ પરીક્ષણ પૉઝિટિવ આવ્યાં હતાં. કોવિડ કૅર ફૅસિલિટી સંભાળ સુવિધાઓ અને રેસિડેન્શિયલ કૅમ્પ સિવાય બીએમમસી હવે આ અઠવાડિયાથી શરૂ થતા કન્ઝર્વન્સી સ્ટાફ માટે ઍન્ટિજન ટેસ્ટ કિટનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ઍન્ટિજન પરીક્ષણો ખોટાં નકારાત્મક પરિણામ આપી શકે એમ હોવાથી જેમનાં પરીક્ષણ નેગેટિવ આવે તેમને આરટી-પીસીઆર પરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવે છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે પાલિકા હૉસ્પિટલોને બાદ કરતાં ઍન્ટિજન પરીક્ષણો હાલમાં આઠ વૉર્ડમાં આવેલી કોવિડ કૅર ફૅસિલિટીમાં તેમ જ પ્રાઇવેટ લૅબોરેટરીઓની મદદથી ત્રણ વૉર્ડમાં રહેણાક વિસ્તારો માટેના કૅમ્પમાં કરાય છે.

આ પણ વાંચો : મુંબઈ: શહેરમાં 7000 કોરોના વૉરિયર્સ કોવિડના દર્દી

જોકે ૮ વૉર્ડમાંથી આરટી-પીસીઆર પરીક્ષણો ફક્ત ‘પી’ ઉત્તર (મલાડ) અને ‘પી’ દક્ષિણ (ગોરેગામ) વૉર્ડમાં લેવામાં આવ્યાં હતાં. ‘પી’ ઉત્તર વૉર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ એકંદરે હાથ ધર્યું છે
કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી સોસાયટીઓમાં યોજાયેલા કૅમ્પમાં ૧૦૨૯૦ ઍન્ટિજન પરીક્ષણો કરાયાં હતાં જેમાંથી ૫૭ પરીક્ષણો પૉઝિટિવ આવ્યાં હતાં. ‘પી’ સાઉથ વૉર્ડમાં કરાયેલાં આરટી-પીસીઆર પરીક્ષણોમાં કેટલાંક સકારાત્મક પરિણામ મળ્યાં છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown arita sarkar