મુંબઈ: ધારાવીમાં સોમવારે પ્લાઝમા થેરપી કૅમ્પ યોજાશે

23 July, 2020 07:06 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મુંબઈ: ધારાવીમાં સોમવારે પ્લાઝમા થેરપી કૅમ્પ યોજાશે

પ્લાઝમા થેરપી

એશિયાના સૌથી મોટા સ્લમ એરિયા ધારાવીમાં સોમવાર ૨૭ જુલાઈએ સવારે ૧૦ વાગ્યે પ્લાઝમા ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવશે. ઓછામાં ઓછા ૫૦૦ લોકો પ્લાઝમા ડોનેશન કરવાનો ટાર્ગેટ છે. પ્લાઝમા એ કોરોના કૅર સેન્ટરમાંથી ઠીક થયેલા લોકો કે જેમને ડાયાબિટિઝ કે અન્ય કોઈ બીમારી ન હોય એવા સ્વસ્થ લોકો ૨૮ દિવસ પછી બ્લડને ડોનેટ કરી શકે છે. કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા ચઢાવવાથી તેમની રોગ પ્રતિકારકશક્તિ વધે છે.

આ પણ વાંચો : મુલુંડસ્થિત કોવિડ સેન્ટર કાર્યરત થયું,પણ 215 ICU બેડ હજી તૈયાર નથી થયા

પ્લાઝમા ડોનેશન કૅમ્પના આયોજનમાં મહત્વનો ભાગ ભજવનાર શિવસેનાના રાહુલ શેવાળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૂપર હૉસ્પિટલ, નાયર, કેઈએમ વગેરે હૉસ્પિટલના ડૉક્ટર પ્લાઝમા કાઢવાનું કામ કરશે. હાલમાં ધારાવીમાં સ્ક્રીનિંગ ચાલુ છે. જે લોકો કોઈ બીમારીથી પીડિત નથી અને સ્વસ્થ છે એવા લોકોનું ૨૭ જુલાઈએ પ્લાઝમા લેવામાં આવશે.’ જી વૉર્ડના વૉર્ડ ઑફિસર કિરણ દિઘાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતુ કે ધારાવીના લોકોએ પોતાને તો રિકવર કરી જ લીધું છે. હવે તેઓ પ્લાઝમા થેરપીથી આખા મુંબઈને ઠીક કરશે.

mumbai mumbai news dharavi coronavirus covid19 lockdown urvi shah-mestry