કલ્યાણના વેપારીના પરિવારના 31 સભ્યો કોરોના-પૉઝિટિવ

06 September, 2020 07:32 AM IST  |  Mumbai | Mumbai correspondent

કલ્યાણના વેપારીના પરિવારના 31 સભ્યો કોરોના-પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણના જોશીબાગ ખાતે એક જ ઇમારતમાં રહેતા વેપારીના પરિવારના ૩૧ સભ્યોને કોરોના-પૉઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. તેઓમાંથી૧ ૩ જણને એ. ઍન્ડ જી. હૉસ્પિટલમાં જ્યારે ૧૭ જણને મેટ્રો હૉસ્પિટલમાં ઍડ્મિટ કરીને સારવાર અપાઈ રહી છે.

જોશીબાગમાં એ સંયુક્ત વેપારી પરિવાર એક જ મકાનમાં રહે છે, જેમાં ઉપર-નીચે આવેલા ફ્લૅટ્સમાં પાંચ ભાઈઓ, તેમનાં ૭ સંતાનો, પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રી મળીને ૩૪ જણનો પરિવાર રહે છે. એવું કહેવાય છે કે ગણેશોત્સવ દરમ્યાન આ પરિવારના સભ્યો એકસાથે જ આરતી-પૂજા વખતે ભેગા થતા હતા અને સાથે જ જમતા હતા. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (કેડીએમસી)ના ડૉક્ટર અશ્વિની પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ૨૮ ઑગસ્ટે તેમના ૪૦ વર્ષના એક સભ્યને કેરોનોનાં લક્ષણ દેખાતાં ટેસ્ટ કરાવી હતી અને તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. એ પછી તેમના પરિવારના અન્ય ૩૩ સભ્યોની કોરોના-ટેસ્ટ કરાઈ હતી જેમાં ૩૦ જણના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા, જ્યારે ૩ જણના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.’

ડૉક્ટર અશ્વિની પાટીલે કહ્યું કે ‘એક જ ઇમારતમાં રહેતા પરિવારના એકસાથે આટલાબધા સભ્યોને કોરોના થયો હોવાનું જણાતાં અમે તરત જ સાવચેતીનાં પગલાં લીધાં હતા અને ૨૯ ઑગસ્ટે તથા ૩૧ ઑગસ્ટે એ વિસ્તારમાં કોરોના-ટેસ્ટિંગના કૅમ્પ લીધા હતા, એટલું જ નહીં, ૩૦ ઑગસ્ટથી એ વિસ્તારમાં સતત સર્વે થઈ રહ્યો છે જેમાં ૧૦૦૦ કરતાં વધુ ઘરે જઈને લોકોનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરાયું છે.’

mumbai mumbai news kalyan coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation