મુંબઈ: ફઈની ડેડ બૉડીને પ્લાસ્ટિકમાં વીંટાળનાર ભત્રીજાને પણ કોરોના

07 July, 2020 08:10 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

મુંબઈ: ફઈની ડેડ બૉડીને પ્લાસ્ટિકમાં વીંટાળનાર ભત્રીજાને પણ કોરોના

શતાબ્દી હોસ્પિટલ

શનિવારે ચોથી જુલાઈએ ‘મિડ-ડે’એ શતાબ્દી હૉસ્પિટલના સ્ટાફે ૨૧ વર્ષના કુણાલ ઉતેકરને કોઈ પણ પ્રકારનાં સુરક્ષા-સાધનો વિના જ કોવિડ-19થી મૃત્યુ પામેલી તેની માતા પલ્લવી ઉતેકરના મૃતદેહને પ્લાસ્ટિકમાં વીંટાળવાની ફરજ પાડી હતી. કુણાલે પછી તેના પિતરાઈ ભાઈને મદદ માટે બોલાવ્યો અને હૉસ્પિટલના સ્ટાફના બે વ્યક્તિની મદદથીથી મૃતદેહને સ્ટ્રેચર પર ગોઠવ્યો હતો.

ફઈના મૃતદેહને સ્પર્શ કરવાથી પોતાને પણ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે એવા ભયથી બોરીવલીમાં રહેતાં કુણાલના પિતરાઈ ભાઈએ પરીક્ષણ કરાવતાં તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. તેને બીએમસી દ્વારા સંચાલિત બોરીવલીના કોવિડ કૅર સેન્ટરમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે.

કુણાલે તેના પિતરાઈ ભાઈનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવવાની વિડિયો-ક્લિપ રિલીઝ કરતાં પોતાને પણ ચેપ ન લાગ્યો હશે એવો ભય વ્યક્ત કર્યો છે.

૫૦ વર્ષનાં પલ્લવી ઉતેકરને ૩૦ જૂને પાલિકાની હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કર્યાં હતાં, તેમના ૫૫ વર્ષના પતિ પાંડુરંગ ઉતેકરને બોરીવલીમાં આઇસોલેશન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે બીજી જુલાઈએ પલ્લવીનું કોરોનાના ચેપને લીધે મૃત્યુ થયું હતું.

તેમના પુત્ર કુણાલે હૉસ્પિટલના સ્ટાફ પર તેને કોઈ પણ પ્રકારનાં સુરક્ષાનાં ઉપકરણો પૂરાં પાડ્યા વિના જ મૃતદેહને પ્લાસ્ટિકમાં વીંટાળવાની ફરજ પાડી હોવાનો આક્ષેપ મૂક્યો છે.

coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation sanjeev shivadekar mumbai news