અંગારકી ચતુર્થીએ સિદ્ધિવિનાયક મંદિરના બાપ્પાના દર્શન માટે નિયમ

26 February, 2021 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંગારકી ચતુર્થીએ સિદ્ધિવિનાયક મંદિરના બાપ્પાના દર્શન માટે નિયમ

ફાઈલ તસવીર

કોરોના ફેલાવાનો ડર હોવાથી મંગળવારે આવનારી અંગારકી ચતુર્થીના દિવસે સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાનાં દર્શન માટે નિયમ રાખવામાં આવ્યો છે. ગણપતિના ભક્તો માટે ચોથ અને મંગળવારનું બહુ જ મહત્ત્વ હોય છે. અંગારકીના દિવસે બાપ્પાનાં દર્શન કરવા રોજ કરતાં વધુ ભાવિકો આવતા હોય છે. ટ્રસ્ટ દ્વારા કહેવાયું છે કે કોરોનાના કેસને વધતા રોકવા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરેલી અપીલ અને બીએમસીના કમિશનર ઇકબાલ ચહલે આપેલી ગાઇડલાઇનને અનુસરીને અંગારક ચતુર્થીએ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિનાં દર્શન  ઓનલાઇન ક્યુઆર કોડ લીધા બાદ જ કરવા મળશે. જોકે આ દર્શન પણ સવારના ૮ વાગ્યાથી રાતના ૯ વાગ્યા દરમિયાન જ ક્યુઆર કોડની મદદથી થઈ શકશે. આ સિવાય ઓનલાઇન દર્શનનો વિકલ્પ તો ખુલ્લો જ છે.

coronavirus covid19 mumbai mumbai news siddhivinayak temple