મુંબઈ : રેલવે ઇચ્છે છે કે તમે કન્ટેનરમાં થૂંકો

29 August, 2020 07:31 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : રેલવે ઇચ્છે છે કે તમે કન્ટેનરમાં થૂંકો

પાઉચમાં થૂંક બહાર નહીં આવે એટલું જ નહીં, પણ એમાં થૂંકશો ત્યારે તમને એક સુગંધનો પણ અનુભવ થશે.

૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીના પ્રારંભમાં જાહેર સ્થળોને સ્વચ્છ રાખવામાં થૂંકદાની મહત્ત્વનો ભાગ ભજવતી હતી. હવે રેલવે સ્ટેશનોને ચોખ્ખા રાખવા થૂંકવા માટેના પાઉચ અને કન્ટેઇનર્સ લાવી રહી છે, જે રેલવે સ્ટેશનો પર અનુક્રમે ૧૦ અને ૨૦ રૂપિયામાં મળી શકશે.

આ પાઉચ અને કન્ટેઇનર્સ ગઈ કાલથી મધ્ય રેલવેના નાગપુર સ્ટેશને ઉપલબ્ધ થઈ શકશે, જે વેન્ડિંગ મશીનમાંથી ખરીદ કરી શકાશે.

પોતાનો હેતુ સ્પષ્ટ કરતાં નાગપુરના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મૅનેજર ક્રિશનાથ પાટીલે જણાવ્યું હતું કે અમે સ્ટેશનોને સ્વચ્છ રાખવા કટિબદ્ધ છીએ, સામાન્ય કચરાની વ્યવસ્થા થઈ શકે છે, પરંતુ લોકોની થૂંકવાની આદત મોટો પડકાર છે. પ્રવાસ દરમ્યાન થૂંકવા માટેના પાઉચનો અનેકવાર ઉપયોગ થઈ શકે છે. કોવિડ-19ની મહામારીના સમયમાં આ પાઉચ વરદાનરૂપ સાબિત થશે.

પ્રવાસ દરમ્યાન મુસાફરે લાંબ સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું હોય છે. વરિષ્ઠ નાગરિકો અને બીમાર વ્યક્તિ માટે વારંવાર ઊઠીને વૉશરૂમ જવું તકલીફદાયી બની રહે છે. આ ઉપરાંત બારીની બહાર થૂંકવું બિનસ્વાસ્થ્યપ્રદ ગણાવા ઉપરાંત તેના કારણે સાથી પ્રવાસી સાથે ઝઘડાનું કારણ અને ચેપનો ભય પણ રહેશે. આવા સમયે કન્ટેનર્સ અને પાઉચીસ સ્ટેશન તેમ જ પરિસરને સ્વચ્છ રાખવામાં સહાયક બની રહેશે.

ભારતીય રેલવેમાં આવું પહેલું ઇનોવેશન મનાતું ઇઝીપ્સિટ સ્પિટૂન પ્રોડક્ટ્સ વેન્ડિંગ મશીને નાગપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા તરીકે કામગીરી શરૂ કરી છે. આ મશીન થકી રેલવેને વાર્ષિક ર.૦૪ લાખ રૂપિયાની આવક થઈ છે.

ઇઝીપ્સિટ પાઉચ અને કન્ટેનર બાયોડિગ્રેડેબલ સામગ્રીથી બનેલું છે. તે સ્પીલ-પ્રૂફ હોય છે અને દરેક વખતે થૂંકવામાં આવે ત્યારે સુગંધ બહાર પાડે છે. અંદરનું સૉલ્યુશન ૧૦ સેકન્ડમાં પ્રવાહી થૂંકને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને પાઉચ, કન્ટેનરનો નિકાલ આરોગ્યપ્રદ રીતે કરી શકાય છે.

central railway nagpur mumbai mumbai news mumbai railways mumbai local train rajendra aklekar