આફ્રિકાના વતનીને કોરોના થયા બાદ હોટેલમાંથી ભાગી જતા માલિક વિરુદ્ધ ગુનો

30 July, 2020 07:20 AM IST  |  Mumbai | Mumbai correspondent

આફ્રિકાના વતનીને કોરોના થયા બાદ હોટેલમાંથી ભાગી જતા માલિક વિરુદ્ધ ગુનો

પ્રતીકાત્મક તસવીર

આફ્રિકાનાં દેશ સુદાનનો વતની ૨૮ વર્ષનો નાગરિક જે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતા તે દક્ષિણ મુંબઇની હોટેલ માંથી ભાગી ગયો હતો. સ્થાનિક બી.એમ.સી. અધિકારીઓએ મંગળવારે સાંજે બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કોલાબા પોલીસે ગુમ થયેલ વ્યક્તિ તેમજ હોટલના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

એ વોર્ડના વોર્ડ ઓફિસર ચંદા જાધવના જણાવ્યા હતું કે ૫૯ આફ્રિકાના સુદાનના નાગરિકો એપોલો બંદર પર હોટલ કિશનમાં રહેતા હતા. તેમાં અનેક લોકો ૨૩ જુલાઇના રોજ પોતોના વતન પાછા ફરવાના હતા.વિમાન પ્રવાસ કરી શકે તે પહેલાં તે લોકો માટે એક કોવિડ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.સ્ક્રિનિંગ હાથ ધરેલી ખાનગી લેબએ અમને માહિતી આપી હતી કે ૫૯ લોકોમાંથી ૯ લોકોને કોરોના પોઝિટિવ આવ્યું હતું.જે લોકોને કોરોના પોઝિટિવ આવ્યું તે હોટલમાં જ રહેતા હતા.એસિમ્પટમેટિક હોવાને કારણે આ બધા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવવાના હતા.જ્યારે અમારી ટીમ ૨૮ જુલાઇએ હોટલ કિશન ગઈ ત્યારે ત્યાં રહેતા દર્દીઓમાંથી એક મળી ન શક્યો હતો. તેનો ફોન પણ બંધ હતો,આવેલા મહેમાનને કોરોના પોઝિટિવ આવ્યાની જાણ હોવા છતા તેણે હોટેલની બહાર તેઓને મુક્યો હતો.સાથે આ વાતની પાલીકા અને પોલીસને જાણ ન કરી તે માટે તેની સામે અમે કોલોબા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

કોલાબા પોલીસ સ્ટેશના સિનિયર પોલીસ ઇસ્પેકટર શિવાજી ફડતરે સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે પુષ્ટિ કરી કે બંને આરોપીઓની કલમ 188 ,269 હેઠળ કેસ દાખલ કરાયો છે આ ભારતીય દંડ સંહિતાના જીવન જોખમી કોઈપણ રોગના ચેપને ફેલાવવાની સંભાવના છે.

mumbai mumbai news colaba coronavirus covid19