મલાડની દિવ્યાંગ યુવતી વિરાલી મોદીને મદદ કરનાર મુંબઈ પોલીસને સલામ

26 March, 2020 07:46 AM IST  |  Mumbai | Mehul Jethva

મલાડની દિવ્યાંગ યુવતી વિરાલી મોદીને મદદ કરનાર મુંબઈ પોલીસને સલામ

પોલીસની કામગિરીથી ખુશ વિરાલી મોદી.

ગઈ કાલે રાત્રે લૉકડાઉન જાહેર કરાયા બાદ ૨૮ વર્ષની દિવ્યાંગ મલાડની રહેવાસીના ઘરે એક દિવસ માટે પણ ખોરાકનો સંગ્રહિત સ્ટૉક પૂરતો ન હોવાથી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર મદદ માટે મેસેજ કર્યો હતો. આ જોઈ મલાડ પોલીસ દિવ્યાંગ યુવતીની મદદ કરવા દોડી આવી હતી.

લૉકડાઉનની ઘોષણા બાદ મલાડ-વેસ્ટમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીમાં રહેતી વિરાલી મોદી જે દિવ્યાંગ છે. આ ઘોષણા પછીના થોડા સમય બાદ નોકરાણીનો ફોન વિરાલીને આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે આવતી કાલે (બુધવારે) કામે આવી શકશે નહીં. વિરાલીનાં માતા ગયા વર્ષે મૃત્યુ પામ્યાં બાદ ફ્લૅટમાં તે એકલી રહે છે. વિરાલી એક પ્રેરણાદાયી વક્તા છે અને શોખ તરીકે મૉડલિંગ પણ કરે છે. તેના પિતા યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં રહે છે.

વિરાલીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા કલમ ૧૪૪ લાગુ કર્યા પછી પણ તેમની હાઉસિંગ સોસાયટીએ તેની કામ વાળીને કામ માટે તેમના ઘરે આવવાની મંજૂરી આપી દીધી હતી. પાડોશના લોકો મારી હાલત જાણે છે એથી તેઓએ નોકરાણીને માસ્ક પહેરી આવવા કહ્યું હતું.

નોકરાણીનો ફોન આવવાની થોડી મિનિટો પછી વડા પ્રધાનની ઘોષણા બાદ વિરાલીએ ટીવી ચાલુ કર્યું ત્યારે તેને કરિયાણાની દુકાનમાં ખરીદી માટે ગાંડો ધસારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ ફ્રીજમાં તપાસ કરતાં તેને સમજાયું કે એક દિવસ માટે પણ ખોરાકનો સંગ્રહિત સ્ટૉક પૂરતો નથી. જ્યારે તે વિકલ્પો સાથે ઝઝૂમી રહી હતી ત્યારે તેણે મદદ માટે સોશ્યલ મીડિયા પર અપીલ કરવાનો વિચાર કર્યો અને આ સમસ્યાના નિરાકરણ માટે નાગરિકો અને પોલીસની મદદ માગી હતી.

‘થોડા કલાકમાં જ મને મદદ માટે પોલીસ સાથે કેટલાક લોકોના જવાબો મળવાનું શરૂ થયું. જવાબ આપનારામાં એક સ્થાનિક રાજકારણી હતો જેણે મને મલાડ પોલીસ સ્ટેશનના અધિકારી સાથે સંપર્ક કરાવી આપ્યા અને પોલીસ-કર્મચારીએ મને તમામ મદદની ખાતરી આપી.’

એ પછી તરત જ મલાડ પોલીસ સ્ટેશનના ત્રણ અધિકારીઓ મારા ઘરે આવ્યા. અધિકારીઓએ મારા ડ્રાઇવર અને નોકરાણીની અવિરત મુસાફરી માટે મને બે પત્રો આપ્યા. પોલીસ અને અપીલનો જવાબ આપનારા બધા લોકોની હું આભારી છું.

મલાડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જ્યોર્જ ફર્નાન્ડિઝ જેઓએ વિરાલીના ઘરની મુલાકાત લીધી હતી તેઓએ જણાવ્યું હતું કે ‘અમે તેમના ડ્રાઇવર અને નોકરાણીને કરફ્યુ પાસ ઇશ્યુ કર્યા છે જેથી વિકલાંગ મહિલાને તેમની મદદ મળે. ડ્રાઇવર તેને નવી મુંબઈની હૉસ્પિટલમાં પણ લઈ જઈ શકે છે જ્યાં વિરાલીનો ઇલાજ ચાલુ છે.

mumbai mumbai news malad coronavirus covid19 mehul jethva mumbai police