ધારાવીમાં માત્ર બે પૉઝિટિવ કેસ નોંધાયા

25 August, 2020 07:03 AM IST  |  Mumbai | Agencies

ધારાવીમાં માત્ર બે પૉઝિટિવ કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના ધારાવી સ્લમ વિસ્તારમાં ગઈ કાલે માત્ર બે નવા કેસ નોંધાયા હતા. આ સાથે અહીં કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા ૨૭૧૩ પર પહોંચી હતી. ધારાવીમાં ઑગસ્ટ મહિનામાં બીજી વખત એક દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ હતા, એમ બીએમસીએ વધુમાં ઉમેર્યું હતું.

મુંબઈમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારે લાગતું હતું કે ગીચ વિસ્તાર ધારાવીમાં જો કોરોનાનો વિસ્ફોટ થશે તો મુંબઈ મહામુસીબતમાં મુકાઈ જશે. મુંબઈના સૌથી ગીચ વસ્તી ધરાવતા અને એક સમયના કોવિડ-19 હૉટસ્પૉટ મનાતા ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં અત્યાર સુધીમાં કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા ૨૭૧૩ નોંધાઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ અગાઉ પાંચમી ઑગસ્ટે ધારાવીમાં કોવિડ-19નો માત્ર એક કેસ નોંધાયો હતો. ૨૭૧૩માંથી ૨૩૭૦ પેશન્ટ્સ સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે તથા હવે ધારાવીમાં માત્ર ૮૩ ઍક્ટિવ કેસ છે. આના પરથી લાગી રહ્યું છે કે પાલિકાએ ધારાવીમાં કોરોના પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે.

mumbai mumbai news dharavi coronavirus covid19 lockdown