15 જૂનથી શાળાઓ શરૂ થશે?

25 May, 2020 09:47 AM IST  |  Mumbai | Mumbai Correspondent

15 જૂનથી શાળાઓ શરૂ થશે?

પ્રતીકાત્મક તસવીર

એક તરફ કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં લૉકડાઉનની પરિસ્થિતિનું કડકપણે પાલન કરવા સરકાર વારંવાર અપીલ કરી રહી છે ત્યારે બીજી બાજુ એવી માહિતી સામે આવી રહી છે કે ૧૫ જૂનથી શાળાઓ ફરીથી શરૂ કરવા પર સરકાર વિચાર કરી રહી છે.

શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે આ વિશે પુષ્ટિ કરી હતી. રાજ્યમાં શાળાઓ શરૂ થયા બાદ અઠવાડિયાના ૪૮ કલાક શરૂ રાખવામાં આવશે એટલે કે શનિવાર-રવિવાર રજા આપવામાં આવશે. હાલમાં દેશમાં લૉકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. આવામાં મુંબઈ, પુણે, થાણે, નાગપુર અને અન્ય ૧૫ મુખ્ય શહેરોમાં રેડ ઝોન લાગુ છે, પણ ધીમે-ધીમે શાળાઓ શરૂ કરવાનો વિચાર સરકાર કરી રહી છે એમ વર્ષા ગાયકવાડે કહ્યું હતું. બે પાળીમાં વર્ગો લેવામાં આ‍વશે તેમ જ પિરિયડનો સમય પણ ઘટાડવામાં આવશે. શાળાઓમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જરૂરી રહેશે. ઉપરાંત, વિદ્યાર્થીઓને તેમના ઑડ-ઇવન નંબર પ્રમાણે શિફ્ટમાં બોલાવવામાં આવશે અને દરેક વર્ગના વિદ્યાર્થીઓને બે જૂથમાં વિભાજિત કરી અલ્ટરનેટ ડે પર બોલાવવામાં આ‍વશે તેમ જ એક બેન્ચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવશે.

mumbai mumbai news coronavirus covid19 lockdown