Coronavirus: મુંબઇ MMRDAનાં મેદાનમાં રાત્રે હોલસેલ માર્કેટ

14 April, 2020 08:13 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: મુંબઇ MMRDAનાં મેદાનમાં રાત્રે હોલસેલ માર્કેટ

ભીડ ટાળવા માર્કેટ રાતે ચાલુ રખાશે. તસવીર-આશિષ રાજે

 

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના MMRDA બાંદરા કુર્લા કોમ્પલેક્ષમાં આવેલા મેદાનને કોરોનાવાયરસ ને પગલે હવે હોલસેલ માર્કેટમાં ફેરવી દેવામાં આવ્યું છે.  આ માર્કેટ રાત્રે 10 વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. અહીં મોટી સંખ્યામાં લોકો તથા સોશિયલ નો નિયમ અનુસરાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવશે, તેમ વ્યાપારી ધર્મેશકુમારે જણાવ્યું હતું.

 અન્ય એક વેપારી સહિત યાકુબે જણાવ્યું કે સરકારે મોટી ઉંમરના માણસો સ્ત્રીઓ તથા બાળકોને સાવચેતી માટે ઘરમાં જ રહેવા જણાવ્યું કે  આ માર્કેટ માત્ર વ્યાપારીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે અને લોકોનાં ટોળાં ભેગાં ન થાય તે માટે જ આ માર્કેટ રાતથી સવાર ચાલુ રાખવાનું છે. યાકુબે ઉમેર્યું કે, “પોલીસ પણ અમને પુરી મદદ કરી રહી છે. તેઓ અમને પુરતી સાવચેતી માટે સુચના આપે છે. વળી જો કોઇને પાસે માસ્ક ન હોય તો તે પણ પુરાં પાડવામાં આવે છે.અમે પણ પુરતી કાળજી લઇને માર્ગદર્શિકાઓ અનુસરીએ છીએ.આ વિસ્તાર અમને અપાયો છે કારણકે તે ખુલ્લું મોકળું મેદાન છે.”

વિવિધ રાજ્યોની સરકાર લોકોને સતત સોશ્લય ડિસ્ટન્સિંગ જાળવવા અનુરોધ કરી રહી છે અને વગર કારણ બહાર જવાની મનાઇ ફરમાવે છે જેથી કોરોનાવાઇરસનો ફેલાવો અટકાવી શકાય.મહારાષ્ટ્રમાં દેશનાં સૌથી વધુ પૉઝિટીવ કેસિઝ છે.મહારાષ્ટ્રમાં કૂલ 2,334 કેસિઝ છે તેમ આરોગ્ય ખાતાએ માહિતી આપી હતી.અત્યાર સુધી કૂલ 217 જણા સાજા થયા છે અને 160 મૃત્યુ થયાં છે.દેશમાં COVID-19નાં કેસિઝનો આંકડો 10,363 થયો છે જેમાંથી એક્ટિવ કેસિઝની સંખ્યા 8,988 છે. અત્યાર સુધીમાં  1,035 દર્દી સાજા થયા છે અને 339 જણાનાં દેશમાં મૃત્યુ થયા છે તેમ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું.


coronavirus covid19 mumbai news mmrda grounds