રેલવે સ્ટેશનો પર પણ માસ્ક્સ, ફેસ-શિલ્ડ, સૅનિટાઇઝર્સનું વેચાણ થશે

07 July, 2020 08:10 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

રેલવે સ્ટેશનો પર પણ માસ્ક્સ, ફેસ-શિલ્ડ, સૅનિટાઇઝર્સનું વેચાણ થશે

ફાઈલ તસવીર

માસ્ક, ફેસ-શિલ્ડ અને સૅનિટાઇઝર જેવી કોવિડ-19 સામે રક્ષણ આપતી સલામતીની સામાન્ય સામગ્રી હવે રેલવે સ્ટેશનના સ્ટૉલ્સ ખાતે ફિક્સ રેટ પર વેચાશે અને ટ્રેન-સેવા શરૂ થયા બાદ આ સામગ્રી મહત્વનાં સ્ટેશનો પર ઉપલબ્ધ થશે. એના કારણે શહેર બહાર જનારા અને શહેરમાં પ્રવેશી રહેલા પ્રવાસીઓને પણ મદદ મળી રહેશે. અત્યારે ભારતભરમાં આશરે ૨૩૦ પૅસેન્જર ટ્રેનો કાર્યરત છે અને મુંબઈમાં બન્ને લાઇન પર ૭૦૦ સબર્બન ટ્રેનો કાર્યરત છે.

નૅશનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય સુભાષ એચ. ગુપ્તાના જણાવ્યા અનુસાર ‘આ સમય નફો રળવાનો નથી. રેલવે અધિકારીઓએ આ પ્રકારની કિટ્સ તથા ચીજવસ્તુઓના વેચાણની પરવાનગી આપી એ એક આવકારદાયક પગલું છે, કારણ કે હવે આ ચીજો મહત્વપૂર્ણ વસ્તુઓની શ્રેણીમાં આવે છે અને સ્વરક્ષણ માટે તેમ જ પ્રવાસ કરી રહેલા સમુદાયના રક્ષણ માટે આ ચીજો સાથે રાખવી અથવા પહેરવી જરૂરી છે.’

mumbai mumbai news coronavirus lockdown covid19 indian railways central railway western railway rajendra aklekar