મુંબઈ: હૉસ્પિટલોમાં ફક્ત 10 દિવસ ચાલે એટલું લોહી છે

18 May, 2020 09:55 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ: હૉસ્પિટલોમાં ફક્ત 10 દિવસ ચાલે એટલું લોહી છે

ગઈ કાલે મુલુંડના જિમખાનામાં બ્લડ કૅમ્પ યોજાયો હતો

કોરોના વાઇરસના રોગચાળાને કારણે લૉકડાઉનમાં ખોરવાઈ ગયેલી પ્રવૃત્તિઓમાં એક રક્તદાન શિબિર પણ છે. સતત લોહીનો પુરવઠો ઉપલબ્ધ નહીં થવાને કારણે હાલમાં મુંબઈની હૉસ્પિટલો અને બ્લડ-બૅન્કોમાં લોહીનો ફક્ત ૧૦ દિવસ ચાલી શકે એટલો જ સ્ટૉક છે. લોહીના સતત ઘટતા જથ્થાને સરભર કરવા માટે હવે બ્લડ-બૅન્ક નાના પાયે રક્તદાન શિબિર યોજશે. લૉકડાઉનની મુદત લંબાવવામાં આવી અને ચોમાસું નજીક આવી રહ્યું છે એવા માહોલમાં મહારાષ્ટ્ર બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે બ્લડ બૅન્ક્સને રક્તદાન શિબિર યોજવાની હૉસ્પિટલોમાં ફક્ત ૧૦ દિવસ ચાલે એટલું લોહી છે.

મહારાષ્ટ્ર બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલના પ્રમુખ ડૉ. અરુણ થોરાતે જણાવ્યું હતું કે ‘અમારી પાસે આઠ-દસ દિવસ ચાલે એટલો લોહીનો સ્ટૉક છે. કેટલીક બ્લડ બૅન્કો અને હૉસ્પિટલોમાં ઠીકઠાક પ્રમાણમાં લોહીનો સ્ટૉક છે અને કેટલીક હૉસ્પિટલો અને બ્લડ બૅન્કોમાં લોહીની તંગી છે. ચોમાસું નજીક આવતું હોવાથી લોહીની બૉટલની તંગી રહેવી ન જોઈએ એથી અમે તમામ બ્લડ બૅન્કને તેમની જરૂરિયાત મુજબ રક્તદાન શિબિર યોજવાની સૂચના આપી છે.’

mumbai mumbai news arita sarkar coronavirus covid19 lockdown