મુંબઈ: કોરોના વૉર્ડમાં ડૉક્ટરના માથા પર પડ્યો પંખો

21 May, 2020 08:07 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: કોરોના વૉર્ડમાં ડૉક્ટરના માથા પર પડ્યો પંખો

હૉસ્પિટલના ફર્શ પર પડેલો પંખો.

સરકાર દ્વારા સંચાલિત નાયર હૉસ્પિટલમાં કોવિડ-19 વૉર્ડમાં કામ કરતા ૨૬ વર્ષના ડૉક્ટર પર મંગળવારે સાંજે છતનો પંખો માથા પર પડ્યો હોવાથી તેમને માથામાં ઈજા પહોંચી હતી. ડૉક્ટરને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલના તબીબી વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા.

નાયર હૉસ્પિટલના ડીન ડૉ. મોહન જોશીએ જણાવ્યું હતું કે ‘આ ઘટના મંગળવારે સાંજના ૫.૪૫ વાગ્યે બની હતી. વૉર્ડ નંબર ૧૨માં પૅશન્ટ્સને જોવા માટે ગયા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. એનેસ્થેસિયા વિભાગના ડૉક્ટર છે અને એક વર્ષથી અહીંના જ રહેવાસી છે. તેમની હાલત હાલમાં સારી છે અને સીટી સ્કૅન પરિણામ સામાન્ય આવ્યું હતું.’

મેડિકલ કૉલેજ સાથે જોડાયેલી નાયર હૉસ્પિટલ ગયા મહિને કોવિડ-19 સુવિધામાં રૂપાંતરિત થઈ હતી. આ ઘટના બધા કોવિડ-19 દરદીઓને બહાર ખસેડવામાં આવ્યા હતા. એક દરદીએ કહ્યું કે હૉસ્પિટલનું સ્ટ્રક્ચરલ ઑડિટ કર્યા વિના ઉતાવળમાં ખૂલેલો વૉર્ડ જોતાં દુ:ખ થાય છે. વહીવટી તંત્રએ ડૉક્ટરો અને દરદીઓની સલામતીની ખાતરી કરવી પડશે. આવી ઘટનાઓ અસ્વીકાર્ય છે.’

mumbai mumbai news coronavirus covid19 nair hospital