મુંબઈ: વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ

30 June, 2020 11:44 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ: વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ

બોરિવલી નેશનલ પાર્કના પુલ પાસે વાહનોની ભીડ : તસવીર: સતેજ શિંદ

સોમવારે પશ્ચિમ અને પૂર્વીય એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ દ્વારા વાહનોની મોટી લાઇનો લાગી હતી. પોલીસે મુંબઈકરોને તેમનાં ઘરો અને સ્થાનિક વિસ્તારના બે કિલોમીટરના દાયરામાં રહેવાનો આદેશ આપ્યો છે, જેને લગતી પોલીસ અનેક કાર્યવાહી કરતી જોવા મળી હોવાથી મુંબઈમાં મોટી ટ્રાફિક જૅમ જોવા મળી હતી. જોકે સામાન્ય નાગરિકોનું કહેવું છે કે મુંબઈ પોલીસ કઠોર નીતિનો ઉપયોગ કરે છે.

અઠવાડિયાના પહેલા દિવસે હજારો ઑફિસ જનારાઓ તેમનાં વાહનોમાં દ્વારા જવા નીકળ્યા હતા ત્યારે પોલીસની કાર્યવાહીથી પશ્ચિમ અને પૂર્વીય એક્સપ્રેસ હાઇવે પર વાહનોની મોટી લાઇનો લાગી હતી. જોકે આવશ્યક સેવા કામદારો અને ઑફિસો માટે મુસાફરી કરનારા અને તબીબી કારણોસર જતા લોકો માટે રિક્ષા અને ટૅક્સી વાપરવાની મંજૂરી આપવામાં આવી છે.

મસ્જિદ બંદર કામ કરતા અને કાંદિવલીમાં રહેતા જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે આ મૂર્ખ નિર્ણયથી લોકોમાં ગભરાટ પેદા થયો છે અને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે પઇ ત્રણ કલાકની ભીડ સર્જાઈ છે અને તમામ પરવાનગી હોવા છતાં કાર્યાલય સુધી પહોંચવા માટે ચાર કલાક લાગી ગયા હતા. દહિસર ચેકનાકા પાસે પણ મોટા પ્રમાણમાં વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. મુલુંડ અને દહિસર ચેકનાકા પર મુંબઈ જનારાં વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી. અનેક લોકો માત્ર ફરવા માટે જ ઘરની બહાર નીકળ્યા હતા. આથી આવા તમામ લોકોનાં વાહન જપ્ત કરવામાં આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મુંબઇમાં સોમવાર સાંજ સુધિમાં વગર કોઇ કામે ફરતા 8611 વાહનો પર મુંબઇ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી હતી.જેમાં રિક્ષા 474 અને ટેક્સી 295 જેવા વાહનનો સમાવેશ થાય છે. ખાનગી કાર 1601 અને ટુ વ્હીલર્સ 6241 વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી.

lockdown coronavirus covid19 eastern express highway mumbai police mumbai news