કલ્યાણ-ડોમ્બિવલી અને થાણેના વેપારીઓ ઑડ-ઇવન સામે આંદોલન કરવાના મૂડમાં

09 August, 2020 11:51 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

કલ્યાણ-ડોમ્બિવલી અને થાણેના વેપારીઓ ઑડ-ઇવન સામે આંદોલન કરવાના મૂડમાં

દુકાનો

થાણે જિલ્લામાં વેપારીઓની હાલત ખરાબ ગઈ છે. પી-૧ અને પી-૨ કે ઑડ-ઇવનનાં હિસાબે દુકાનો ચાલુ રહેવાથી વેપારીઓનો ધંધો થતો નથી. વેપારીઓની ડિમાન્ડ હતી કે ઓડ અને ઇવન ડેના દુકાનો ખોલવાને બદલે રોજે વેપારીઓને દુકાનો પ્રશાસન ખોલવા આપે. મોટાભાગે બધી જગ્યાએ રોજે દુકાનો ચાલુ રાખવાની પરમિશન મળી ગઈ છે ત્યારે થાણે જિલ્લાના વેપારીઓની પણ ડિમાન્ડ છે કે વેપારીઓ રોજે દુકાનો ખોલવાની પરમિશન આપે જેથી વેપારીઓના ખર્ચા-પાણી નીકળી શકે આ બાબતે થાણે, બદલાપુર, અંબરનાથ, ઉલ્હાસનગરના વગેરેના વેપારીઓએ મળીને ગઈ કાલે સાંજે એક મીટિંગ ભરી હતી જેમાં માજી રાજ્યમંત્રી રવિન્દ્રનાથ ચૌહાણને પણ બોલાવ્યા હતા. મીટિંગમાં વેપારીઓએ નિર્ણય લીધો હતો  કે ૧૪ ઑગસ્ટ સુધી પ્રશાસન ઓડ અને ઇવન ડેના દુકાનો ચાલુ કરવાનો નિયમ રદ કરી રોજ દુકાનો ખોલવાની પરમિશન આપે અને જો નહીં પરમિશન આપે પ્રશાસન તો અમે પંદરમા ઑગસ્ટના વેપારીઓ સહુ રસ્તા પર ઉતરીને આંદોલન કરશે.

બધી જગ્યાએ રોજે દુકાનો ખોલવાની પરમિશન મળી ગઈ છે તો થાણે જિલ્લાના વેપારીઓને અનન્યાય શુ કામ? ૧૪ ઑગસ્ટ સુધી અમે રાહ જોઇશુ જો અમારી ડિમાન્ડ પૂરી નહીં થાય તો અમે આંદોલન કરીશુ એમ કહેતાં ડોમ્બિવલી વેપારી મહામંડળના અધ્યક્ષ દિનેશ ગોરે મિડ-ડેને કહ્યું હતું કે ડોમ્બિવલીના ૨૭ નાના-મોટા અસોશિએશને ચાર મહિનાથી પ્રશાસનને સહકાર આપ્યો આજે ચાર મહિનાથી વેપારીઓની હાલત ખરાબ થઈ ગઈ છે. વેપારીઓએ વારંવાર અમે મુખ્યમંત્રી, પાલકમંત્રી, જિલ્લા અધિકારી, કલ્યાણ- ડોમ્બિવલી મહાનગરપાલિકાના આયુક્ત ને પત્રવ્યવહાર કર્યો હતો. હવે તો પ્રશાસન અમારી સમસ્યા સમજીને અમને સહકાર આપે. તહેવારોની સીઝન પણ ચાલુ થઈ ગઈ છે. વેપારીઓને ટૅક્સ, લાઇટ બિલ સ્ટાફનો પગાર લોનનાં હપ્તાઓ આ બધા ખર્ચાઓ હવે નીકળવા મુશ્કેલ થઈ ગયા છે. શાકભાજીવાળા કે ફેરિયાઓ ઉપર કોઈ પાબંદી નથી તો અમારી ઉપર શા માટે? મુંબઈ-પુણેની દુકાનો ખૂલી ગઈ છે તો થાણે જિલ્લાના વેપારીઓને પણ રોજે દુકાનો ખોલવાની પરમિશન આપો અમારી એ જ ડિમાન્ડ છે.

થાણે જિલ્લાનાં હોલસેલ વેપારી વેલફેર સંઘના પ્રેસિડન્ટ સુરેશ ઠક્કરે મિડ-ડેને કહ્યું હતું કે કોરોના પર નિયંત્રણ આવી ગયું છે હવે થાણે જિલ્લામાં ઑડ અને ઇવન ડે કાઢીને રોજે દુકાનો ખોલવાની પરમિશન આપો. વેપારીઓની હાલત કથળી ગઈ છે. વેપારીઓનાં ખર્ચાઓ હવે નીકળતા નથી. ઓડ અને ઇવન ડે ના ચાલુ રહેતી દુકાનોમાં કંઈ ખાસ ધંધો થતો નથી. લાઇટ બિલ ટૅક્સ માફ કરો ઓછા વ્યાજદરમાં વેપારીઓને લોન આપો. દરરોજે દુકાન ખોલવાની પરમિશન આપો અમારી એ જ ડિમાન્ડ છે.    
 
માજી રાજ્યમંત્રી રવિન્દ્ર ચૌહાણે ગઈ કાલે યોજાયેલી મીટિંગમાં કહ્યું હતુ કે વેપારીઓએ વારંવાર અમે મુખ્યમંત્રી, પાલકમંત્રી, જિલ્લા અધિકારી, કલ્યાણ- ડોમ્બિવલી મહાનગરપાલિકાના આયુક્ત ને પત્રવ્યવહાર કર્યો હતો. અત્યાર સુધી વેપારીઓએ પ્રશાસને આપેલી બધી ગાઇડલાઇન્સને પણ અનુસરી અને સાડાચાર મહિના વેપારીઓએ પ્રશાસનને સાથ આપ્યો છે. પ્રશાસનને નમ્ર વિનંતી છે કે વેપારીઓના હિતમાં ૧૪ તારીખ સુધી નિર્ણય લઈ આવો અને રોજે દુકાનો ખોલવાની પરમિશન આપો પ્રશાસન જે ગાઇડલાઇન્સ કહેશે એ બધી ગાઇડલાઇન્સને અનુસરીને વેપારીઓ દુકાનો ચાલુ કરશે. વેપારીઓની ડિમાન્ડ પૂરી કરો અને જો વેપારીઓના હિતમાં નિર્ણય નહીં આવે તો વેપારીઓ પંદર તારીખ પછી આંદોલન કરે તો એની જવાબદારી રાજ્ય સરકારની રહેશે.

mumbai mumbai news thane kalyan dombivli coronavirus covid19 lockdown urvi shah-mestry