કોરોનાના ઇન્જેક્શનનાં કાળાં બજાર કરતી મહિલા ઝડપાઈ

25 July, 2020 07:23 AM IST  |  Thane | Mumbai correspondent

કોરોનાના ઇન્જેક્શનનાં કાળાં બજાર કરતી મહિલા ઝડપાઈ

પ્રતીકાત્મક તસવીર

ઉલ્હાસનગરમાં કોરોનાની સારવારમાં વપરાતાં ટોલસીઝુમેબ અક્ટરમા-400 ઇન્જેક્શન કાળાં બજારમાં વેચતાં રંગે હાથ ઝડપાઈ હતી. ટોલસીઝુમેબ અક્ટરમા-400 ઇન્જેક્શનની છાપેલી કિંમત 40,545 હોવા છતાં 60 હજાર રૂપિયામાં વેચતાં નીતા પંજવાણી નામની મહિલાને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) અને કલ્યાણ પોલીસે ઝડપી લીધી હતી. પ્રિસ્ક્રિપ્શન વગર વેચતી મહિલા પાસે દવાઓ વેચવાનું લાઇસન્સ પણ નહોતું. ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશનના અધિકારીઓએ પોલીસના સહયોગમાં બનાવટી ઘરાક મોકલીને નીતા પંજવાણીને ઝડપી લીધી હતી. ઉલ્હાસનગર પોલીસ-સ્ટેશને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની સારવાર માટે રેમડેસિવીર તથા બીજાં ઇન્જેક્શનો લોકોનો સરળતાથી ન મળતાં હોવાથી કેટલાક લોકો ડૉક્ટર કે મેડિકલ સ્ટોરના માલિકો સાથે સાઠગાંઠ કરીને આવાં ઇન્જેક્શન મેળવીને જરૂરિયાતમંદોને મોટી કિંમતમાં વેચતા હોવાની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસમાં વધી છે.

ulhasnagar mumbai mumbai news coronavirus covid19 lockdown