કોરોનાની તપાસ હવે ઘરેબેઠા કરી શકાશે

27 March, 2020 07:23 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોનાની તપાસ હવે ઘરેબેઠા કરી શકાશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી કુલ ૧૯ હૉસ્પિટલોમાં હવે કોરોના વાઇરસની સારવાર કરવામાં આવી રહી છે. કોવિડ-૧૯ પર કાબૂ મેળવવા પાલિકાએ અન્ય પ્રયત્નો પણ હાથ ધર્યા છે. આ પ્રયત્નના ભાગરૂપે જો કોઈ વ્યક્તિને કફ, શરદી, ખાસી અથવા શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા થતી હશે તો બીએમસીના ૦૨૨-૪૭૦૮ ૫૦૭૫ નંબર પર ફોન કરી ડૉક્ટરની સલાહ લઈ શકાશે. ફોન નંબર પર ઉપલબ્ધ ડૉક્ટર કોવિડ-૧૯ની પુષ્ઠિ કરવામાં જે-તે વ્યક્તિને મદદરૂપ બનશે. આમ ઘરેબેઠા તમે કોરોનાની તપાસ કરાવી શકો છો એવી માહિતી બીએમસીના પીઆરઓ સુહાસ દોતોંડેએ આપી હતી.

આ સુવિધાના કારણે કોરોના કોવિડ-૧૯નાં લક્ષણો દેખાઈ આવતાં નાગરિકોને તેમના મનમાં ઊભી થતી શંકા દૂર થશે અને હૉસ્પિટલ સુધી આવવાની જરૂર રહેશે નહીં. ટેલિફોનથી વાત કરતા વ્યક્તિની તબીબી તપાસ ડૉક્ટર ફોનના માધ્યમથી કરશે અને જો ડૉક્ટરને એમ લાગશે કે જે-તે વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણો છે તો જ તેમને હૉસ્પિટલ સુધી તપાસ માટે બોલાવવામાં આવશે.

હવે ૧૯ સ્થળોએ કોરોનાની તપાસ

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ગઈ કાલે વધુ ૬ ખાનગી હૉસ્પિટલોનો કોરોનાની સારવાર કરવામાં સમાવેશ કરાયો હતો એથી હવે શહેરની કુલ ૧૯ ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે.

mumbai mumbai news coronavirus covid19