Coronavirus: મુંબઈ શહેરમાં આજે કોરોનાથી એક પણ મોત નહીં

17 October, 2021 07:53 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

રવિવારે મુંબઈમાં કોરોનાના નવા 367 કેસ નોંધાયા છે.

પ્રતીકાત્મક તસવીર

જ્યારથી કોરોના મહામારી મારી ફાટી નિકળી ત્યારથી સૌથી વધુ કેસ નોંધાતા અને વધુ સંક્રમિત થયેલા રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાથી એક પણ મૃત્યુનો કેસ નોંધાયો નથી. મુબંઈમાં આજે પહેલી વાર એવું બન્યું છે કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું નથી. 

રવિવારે મુંબઈમાં કોરોનાના નવા 367 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિત કેસોની સંખ્યા 750808 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 16180 છે.  

આ ઉપરાંત બીજી બાજુ કોરોનાથી સ્વસ્થ થતાં લોકોની સંખ્યામાં વધી રહી છે. ધીમે ધીમે હવે કોરોનાના દર્દીઓ જલદી સાજા થઈ રહ્યાં છે અને કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યા પણ વધી છે. એમસીએ જણાવ્યું કે રવિવારે 518 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.

મુંબઈમાં કોરોના રિકવરી રેટ 97 ટકાએ પહોંચ્યો છે.  અત્યાર સુધીમાં 727084 દર્દીઓ સ્વસ્થ થયા છે, હવે શહેરમાં કોરોનાના સક્રિય કેસ 5030 છે. આ સાથે સીલ થયેલી ઈમરતોની સંખ્યા પણ ઘટી છે. મુંબઈમાં હાલમાં માત્ર 50 ઈમારતો જ સીલ છે. 

 


   

mumbai mumbai news coronavirus