કોરોનાનો પૉઝિટિવિટી રેટ વધીને ૨૪.૩૮ ટકા

13 January, 2022 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ગઈ કાલે કોરોનાની ૬૭,૩૩૯ ટેસ્ટ કરાઈ હતી જેમાંથી ૧૬,૪૨૦ પૉઝિટિવ કેસ મળી આવ્યા છે. એથી ગઈ કાલે ૨૪.૩૮ ટકા જેટલો પૉઝિટિવિટી રેટ આવ્યો હતો.

કોરોનાનો પૉઝિટિવિટી રેટ વધીને ૨૪.૩૮ ટકા


મુંબઈ : મુંબઈમાં ગઈ કાલે કોરોનાની ૬૭,૩૩૯ ટેસ્ટ કરાઈ હતી જેમાંથી ૧૬,૪૨૦ પૉઝિટિવ કેસ મળી આવ્યા છે. એથી ગઈ કાલે ૨૪.૩૮ ટકા જેટલો પૉઝિટિવિટી રેટ આવ્યો હતો. ગઈ કાલના ૧૬,૪૨૦ પૉઝિટિવ કેસ સાથે અત્યાર સુધીના કુલ કોરોના પૉઝિટિવ કેસનો આંકડો ૯,૫૬,૨૮૭ પર પહોંચી ગયો છે. જ્યારે ગઈ કાલે એ સામે રિકવરીના ૧૪,૬૪૯ કેસ નોંધાયા હતા. કોરાનામાંથી સાજા થયેલા દરદીઓની કુલ સંખ્યા પણ હવે ૮,૩૪,૯૬૨ પર પહોંચી ગઈ છે. મુંબઈમાં ગઈ કાલે કોરાનાને કારણે  સાતનાં મોત થયાં હતાં જેમાં પાંચ પુરુષ અને બે મહિલાનો સમાવેશ થતો હતો. બધા જ દરદીઓ પહેલાંથી જ કોઈને કોઈ બીમારી ધરાવતા હતા. બધા જ મૃતકોની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધુ હતી. મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ ગઈ કાલે ઘટીને દિવસ ૩૬ નોંધાયો હતો. સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ગઈ કાલે ૫૬ પર પહોંચી ગઈ હતી. ગઈ કાલે ૧૮,૯૪૫  હાઈરિસ્ક પેશન્ટ શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ૫૪૨ને કોરોના કૅર સેન્ટરમાં સારવાર અપાઈ રહી છે.

mumbai mumbai news coronavirus