કોરોનાના પૉઝિટિવિટી રેટમાં ૩ ટકાનો ઘટાડો

14 January, 2022 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ગઈ કાલે કોરોનાની ૬૩,૦૩૧ ટેસ્ટ કરાઈ હતી જેમાંથી ૧૩,૭૦૨ પૉઝિટિવ કેસ મળી આવ્યા છે. એથી ગઈ કાલે પૉઝિટિવિટી રેટ બુધવારની સરખામણીએ ૩ ટકા ઘટ્યો હતો.

કોરોનાના પૉઝિટિવિટી રેટમાં ૩ ટકાનો ઘટાડો

મુંબઈ: મુંબઈમાં ગઈ કાલે કોરોનાની ૬૩,૦૩૧ ટેસ્ટ કરાઈ હતી જેમાંથી ૧૩,૭૦૨ પૉઝિટિવ કેસ મળી આવ્યા છે. એથી ગઈ કાલે પૉઝિટિવિટી રેટ બુધવારની સરખામણીએ ૩ ટકા ઘટ્યો હતો. ગઈ કાલના ૧૩,૭૦૨ પૉઝિટિવ કેસ સાથે અત્યાર સુધીના કુલ કોરોના પૉઝિટિવ કેસનો આંકડો ૯,૬૯,૯૮૯ પર પહોંચી ગયો છે, જ્યારે ગઈ કાલે એ સામે રિકવરીના ૨૦,૮૪૯ કેસ નોંધાયા હતા. કોરોનામાંથી સાજા થયેલા દરદીઓની કુલ સંખ્યા પણ હવે ૮,૫૫,૮૧૧ પર પહોંચી ગઈ છે. મુંબઈમાં ગઈ કાલે કોરોનાને કારણે છનાં મૃત્યુ થયાં હતાં જેમાં પાંચ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો, જેમાંથી પાંચ દરદીઓ પહેલાંથી જ કોઈ ને કોઈ બીમારી ધરાવતા હતા. બધા જ મૃતકોની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધુ હતી. મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ ગઈ કાલે ૩૬ દિવસ નોંધાયો હતો. સીલ્ડ કરાયેલી ઇમારતોની સંખ્યા ગઈ કાલે ૬૧ પર પહોંચી ગઈ હતી. ગઈ કાલે ૨૩,૩૭૪ હાઇરિસ્ક પેશન્ટ્સ શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ૫૪૨ને કોરોના કૅર સેન્ટરમાં સારવાર અપાઈ રહી છે. 

mumbai mumbai news coronavirus