Corona Virus: જનતા કર્ફ્યુના દિવસે રેલ્વેએ ટ્રેઇન્સની સંખ્યા ઘટાડી

20 March, 2020 10:55 PM IST  |  Mumbai | Rajendra B. Aklekar

Corona Virus: જનતા કર્ફ્યુના દિવસે રેલ્વેએ ટ્રેઇન્સની સંખ્યા ઘટાડી

પ્રતિકાત્મક તસવીર છે

મધ્ય અને પશ્ચિમ રેલ્વેએ રવિવારે પોતાની ટ્રેઇન સર્વિસિઝ ઓછી કરવાનો નિર્ણય લીધો છે. રવિવાર 22મી માર્ચે જનતા કર્ફ્યુ અનુસરાશે ત્યારે રેલ્વેના ફુડ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ્સ, સેલ કિચન્સ બંધ રહેશે. પશ્ચિમ રેલ્વેએ નિર્ણય લીધો છે કે કર્ફ્યુના સમય દરમિયાન કેટલીક સબર્બન ટ્રેઇન સર્વિસ બંધ કરાશે, 12 વધુ મેઇલ ટ્રેઇન્સ કેન્સલ કરાશે. સબર્બન ટ્રેઇનનાં કેન્સલેશનમાં વિરાર અને દહાણુ તથા દહાણુ ચર્ચગેટની ટ્રેઇન્સ એમ ચાર સેવાઓ બંધ કરાશે. રવિવારે આમ પણ ટ્રેઇન્સનું પ્રમાણ ઓછું હોય છે અને આ સર્વિસિઝ તેમાં ઉમેરો કરશે. સેન્ટ્રલ રેલ્વેનાં એક પ્રતિનિધિએ જણાવ્યું કે રવિવારે જનતા કર્ફ્યુ લાદવાનો હોવાથી સેન્ટ્રલ રેલવે રવિવારનાં ટાઇમ ટેબલ અનુસાર જ ટ્રેન સર્વિસ રાખશે અને તેમાં કોઇપણ ફેરબદલ હશે તો રેલ્વેની ઓફિશિયલ સોશ્યલ મીડિયા સાઇટ હેન્ડલ પર તે વિષે અપડેટ કરાશે. આ ઉપરાંત કોરોના વાઇરસનો પ્રસાર અટકે તે માટે 22મી માર્ચ 2002થી IRTCTએ ઓન બોર્ડિંક કેટરિંગ સર્વિસ બધી જ મેઇલ અને એક્સપ્રેસ ટ્રેઇન્સમાં બંધ કરી છે તથા ટ્રેઇન સાઇડ વેન્ડિંગ ટ્રેઇન્સમાં પણ બંધ કરી છે.

 

central railway western railway coronavirus covid19 mumbai suburbs virar dahanu