Coronavirus: 70 મહેમાનોએ વીડિયો કોન્ફરન્સિંગથી લગ્નમાં હાજરી આપી

18 April, 2020 03:41 PM IST  |  Mumbai | Shirish Vaktania

Coronavirus: 70 મહેમાનોએ વીડિયો કોન્ફરન્સિંગથી લગ્નમાં હાજરી આપી

વર્લીનાં ઘરમાં લગ્ન કર્યા આ યુગલે.

COVID-19ને કારણે આખી દુનિયા થંભી ગઇ છે ત્યારે સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ ધરાવનારા માણસે પોતાનું ગમતું કરવાનાં કોઇને કોઇ રસ્તા શોધી જ લીધા છે. 25 વર્ષની ઐશ્વર્યા ઘનશ્યામ હિલ્ટી અને 27 વર્ષનાં સંજય ચોરસિયાએ લૉકડાઉનનાં એકપણ નિયમનો ભંગ કર્યા વિના લગ્ન કર્યા. વર્લીનાં તેમનાં ઘરમાં આ લગ્ન થયા અને તે પણ વીડિયો કોન્ફરન્સિંગથી હાજરી આપતા બધાં જ સ્વજનોની હાજરીમાં.

ગુરુવારે થયેલા આ લગ્ન થયા તો શહેરનાં કન્ટેઇનમેન્ટ એરિયામાં જ પણ બેંડ બાજા બારાથ વગર થયા. ઐશ્વર્યા વર્લી કોલીવાડાની રહેવાસી છે અને  સંજય પ્રભાદેવીમાં રહે છે. તેમનાં લગ્ન 16 એપ્રિલે નક્કી થયા હતા અને લૉકડાઉનને કારણે જે રીતે પ્લાનિંગ કર્યું હતું તે રીતે લગ્ન કરવા તો શક્ય નહોતા. તેમની સોસાયટીઝ સિલ કરી દેવાઇ હતા પણ તારીખો નક્કી કરેલી હતી એટલે માતા-પિતાએ નક્કી કર્યું કે વીધિ-વિધાન ઘરે જ કરવામાં આવશે અને માત્ર જે હાજર હોય તેમને જ મહેમાન ગણીને લગ્ન કરવાં.

આ સંજોગોમાં જ્યારે તેઓ પરણી રહ્યા હતા ત્યારે વર્લી સોસાયટીનાં બધાં જ લોકોએ બહાર આવીને તેમનું તાળી પાડીને અભિવાદન કર્યું હતું. સોશ્યલ ડિસ્ટન્સિંગની પુરી તકેદારી રાખીને તમામે આ કપલને વિશ કર્યું.વિડીયો કોન્ફરન્સિંગથી 70 જણાએ તેમનાં લગ્નમાં હાજરી આપી અને મંગળાષ્ટક ગવાયું ત્યારે પણ તેઓ સૌએ સ્ક્રીનથી નિહાળ્યું. લગ્નની તારીખ નક્કી હોવાથી લગ્નનાં કપડાં, મંગળ સુત્ર વગેરે તૈયાર હતું અને લગ્નનો હોલ સુદ્ધાં બુક હતો પણ અંતે વીડિયો કોન્ફરન્સિંગથી હાજર રહેલાં મહેમાનોની નજર સામે સંજય અને ઐશ્વર્યા ઘરમાં જ પરણ્યાં.


coronavirus covid19 mumbai news