Janta Curfew: રવિવાર, 22મી માર્ચે આમ દોડશે મુંબઇનો પબ્લિક ટ્રાન્સપોર્ટ

21 March, 2020 09:43 PM IST  |  Mumbai | Rajendra B. Aklekar

Janta Curfew: રવિવાર, 22મી માર્ચે આમ દોડશે મુંબઇનો પબ્લિક ટ્રાન્સપોર્ટ

આ પ્રતિકાત્મક તસવીર છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા જનતા કર્ફ્યુને પગલે આવતીકાલે મુંબઇમાં જાહેર વાહનસેવા એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓછામાં ઓછા પ્રમાણમાં દોડશે. રવિવારે, 22મી માર્ચનાં રોજ પબ્લિક ટ્રાન્સપોર્ટની સ્થિતિ જાણવા માટે અહીં એક નજર દોડાવો.

વેસ્ટર્ન-પશ્ચિમ રેલવે

પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે માર્ચ 21મી મધરાતથી 22મી માર્ચ વચ્ચે દોડનારી બધી જ પેસેન્જર ટ્રેઇન રદ કરી દીધી છે તેની સાથે તેમણે 477 સબર્બન ટ્રેઇન્સ પણ રદ કરી છે. માત્ર ઓછામાં ઓછી લોકલ ટ્રેઇન્સ એટલે કે 801 સબર્બન સર્વિસ તાત્કાલિક ટ્રાવેલ અને અનિવાર્ય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ચાલુ રાખવામાં આવશે. જો કે તેમ પણ જણાવવામાં આવ્યું છે કે નિયત સમય મર્યાદા પહેલાં જે ટ્રેઇન્સ ઉપડી ગઇ હશે તે પોતાના નિયત સ્થળે પહોંચશે. પશ્ચિમ રેલ્વે નાઇટ બ્લોક જે મુંબઇ સેન્ટ્રલ અને માહિમ વચ્ચે 21 અને 22 માર્ચની રાતે દોડવાની હતી તે પણ કેન્સલ કરાઇ છે. 

સેન્ટ્રલ-મધ્ય રેલ્વે

સેન્ટ્રલ રેલ્વે દ્વારા પણ નક્કી કરાયું છે કે 22મી માર્ચે શરૂ થતી બધી જ ઓરિજિનલ મેઇલ તથા એક્સપ્રેસ ટ્રેઇન કેન્સલ કરાશે. મુુંબઇ ડિવિઝનની 1100 સબર્બન ટ્રેઇન્સ તથા પુને ડિવિઝનની 15 સબર્બન ટ્રેઇન્સ રવિવારે દોડશે જે મુંબઇ ડિવિઝનની કુલ ટ્રેઇન્સનો 60 ટકા હિસ્સો છે. અમન લૉજ અને માથેરાનની બધી સર્વિસિઝ બંધ રહેશે. 

કોંકણ રેલ્વે

કોંકણ રેલ્વેનાં પ્રતિનિધિએ જણાવ્યું કે  જનતા કર્ફ્યુને કારણે 21માર્ચની મધરાતથી અને 22 માર્ચ રાતે 10.00 વાગ્યા સુધીની બધી જ સેવાઓ બંધ કરી દેવાઇ છે.  જો કે 21મીએ સવારે 7 વાગ્યાથી જે ટ્રેઇન્સ ઉપડી છે તે યથાવત્ દોડશે. 

બેસ્ટ બસિઝ

બેસ્ટની બસિઝ યથાવત કામગીરી રાખશે અને રવિવારનાં સમયપત્રક મુજબ દોડશે તેમ બેસ્ટનાં પ્રતિનિધિએ જણાવ્યું હતું. 

મુંબઇ મેટ્રો

રિલાયન્સ ઇન્ફ્રા સ્ટ્રક્ચર દ્વારા સંચાલિત મુંબઇ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડે દ્વારા શનિવારે જાહેરાત કરાઇ કે તે 22મી માર્ચે બધી જ સેવાઓ સ્થગિત કરશે જેતી વડાપ્રધાને જાહેર કરેલા જનતા કર્ફ્યુનું પાલન થઇ શકે.

ટેક્સીઝ અને રિક્ષાઓ

મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કમિશનર શેખર ચન્નેએ શનિવારે રાત્રે એક સુચના પત્રમાં જહાેર કર્યું કે રાજ્યમાં શેર ટેક્સી અને શેર રિક્ષાઓની સેવાઓ રાજ્યમાં હંગામી ધોરણે સ્થગિત કરાશે.


janta curfew narendra modi coronavirus mumbai mumbai news covid19 brihanmumbai electricity supply and transport western railway konkan