કાંદિવલીમાં મંદિરના ૧૩ કર્મચારીને થયું કોરોનાનું સંક્રમણ

16 May, 2020 08:44 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

કાંદિવલીમાં મંદિરના ૧૩ કર્મચારીને થયું કોરોનાનું સંક્રમણ

કાંદિવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા સાંઈ ધામ મંદિરના ૧૩ કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું છે. તસવીર ​: સતેજ શિંદે

કાંદિવલી પૂર્વમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઈવે પર ઠાકુર કૉમ્પ્લેક્સ નજીકમાં સાંઇધામ મંદિરના ૧૩ કર્મચારીઓની કોવિડ-૧૯ની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૧૩ લોકોને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. મંદિર દ્વારા દામુનગરમાં રહેતા ગરીબો માટે લૉકડાઉનના પહેલા દિવસથી ખોરાક અને આવશ્યક ચીજો લોકોને પૂરી પડાતી હતી.
તેઓ મંદિરના ક્વાર્ટર્સમાં રહેતા હતા. તેઓએ લોકોમાં ખોરાક વિતરણ કરતી વખતે આ રોગનો ચેપ ન લાગે એ માટે તેઓ માસ્ક અને ગ્લોવ્સનો પણ ઉપયોગ કરતા હતા. ચિંતાની વાતે એ છે કે આ લોકો પાસેથી ઝૂંપડપટ્ટી વિસ્તારોના રહેવાસીઓ તેમની પાસેથી ખોરાક ખાવા માટે લઈ જતા હતા અેમ પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું.
કાંદિવલીના આર (દક્ષિણ) વૉર્ડના અેડિશનલ મ્યુનિસિપલ કમિશનર સંજય કુર્હાડેએ જણાવ્યું હતું કે ‘કર્મચારીઓ મંદિરના પરિસરમાં રહેતા હતા અને થોડા લોકોમાં કોરોનાનાં લક્ષણોની જાણ થતાં તેમનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ૧૩ લોકો કોરોના પૉઝિટિવ આવ્યા હતા. અમે તેમના નજીકના સંપર્કો શોધી કાઢયા છે. તેઓ મંદિરમાં રહેતા હોવાથી ભાગ્યે જ કોઈ ઉચ્ચ જોખમના સંપર્કોને મળ્યા હશે. હવે અમે તે શોધી રહ્યા છીએ કે નજીકની ઝૂંપડપટ્ટીમાં તાજેતરમાં જ ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાંથી કોઈને ચેપ નથી લાગ્યોને, સાથે મંદિરની બહારની સુરક્ષાની પણ ચકાસણી કરવામાં આવી છે. કાંદિવલી (પૂર્વ)ના સાંઈનગર ખાતે આ તમામ ૧૩ લોકોને કોવિડ કૅર સેન્ટરમાં એસિમ્પ્ટમેટિક પૉઝિટિવ અને હળવા લક્ષણોવાળા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બીએમસીના આર (દક્ષિણ) વૉર્ડમાં કાંદિવલી અને બોરીવલીનો એક નાનો ભાગ બનેલા કેસોમાં માત્ર ૨૦ દિવસમાં કેસમાં ૩૦ ટકાનો વધારો થયો છે. ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં ૮૦ ટકા કેસ નોંધાયા છે. વૉર્ડમાં વર્તમાન કોરોના કેસ ૩૭૦ છે. જો કે ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં કેસ વધી રહ્યા હોવાના કારણે વધારો હજુ ચિંતાજનક છે.

mumbai mumbai news kandivli coronavirus covid19