KEM Hospital: ડૉક્ટર્સના મોબાઇલ પર કોરોના દર્દીઓની અપડેટ

18 January, 2021 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

KEM Hospital: ડૉક્ટર્સના મોબાઇલ પર કોરોના દર્દીઓની અપડેટ

તસવીર સૌજન્ય મિડ-ડે

બીએમસી હૉસ્પિટલમાં આઇસીયૂમાં દાખલ થયેલા કોરોના દર્દીઓની અપડેટ ડૉક્ટરને તેમના પર્સનલ મોબાઇલ પરથી મળી શકશે. આની શરૂઆત કેઇએમ હૉસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. હૉસ્પિટલના કોવિડ આઇસીયૂ વૉર્ડમાં અત્યાધુનિક ડિજિટલ ઑટોમેશન અને રિમોટ મૉનિટરિંગ સેવા શરૂ કરવામાં આવી છે.

કોરોના સાથેનો જંગ હવે અંતિમ ચરણમાં છે. કોરોના રસીકરણનો શુભારંભ શનિવારથી થઈ ગયું છે. હાલ, કોરોનાના દર્દીઓ મુંબઇ સહિત આખા રાજ્યમાં મળી રહ્યા છે. કોરોના દર્દીઓની સારી સારવાર થાય, આ માટે બીએમસી હંમેશાં પ્રયત્નશીલ રહે છે. આ જ ક્રમમાં અત્યાધુનિક ડિજિટલ ઑટોમેશન અને રિમોટ મૉનિટરિંગ સેવા કેઇએમ હૉસ્પિટલના કોવિડ આઇસીયૂ વૉર્ડમાં શરૂ કરવામાં આવી છે. આ સેવા શરૂ કરવાની પહેલ બીએમસી હેલ્થ કમિટીની ચેરમેન પ્રવીણા મોરજકર અને વિધેયક મનીષા કાયંદેએ કરી હતી. ચેન્નેના ઝેડમેડ હેલ્થકૅર ટેક્નૉલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આ સૉફ્ટવેર પ્રણાલી મફત આપી છે.

સૉફ્ટવેરનું એક્સેસ ડૉક્ટરના હાથ
કેઇએમ હૉસ્પિટલના ડીન ડૉ. હેમંત દેશમુખની હાજરીમાં મહાપૌર કિશોરી પેડણેકરે સૉફ્ટવેરની સમીક્ષા શનિવારના હૉસ્પિટલમાં કરી. મહાપૌરે જણાવ્યું કે આ સૉફ્ટવેર પ્રણાલીની મદદથી કોરોના દર્દીઓની સારવાર વધારે સારી થઈ શકશે અને ડૉક્ટરોનો ભાર પણ હળવો થશે. આ સુવિધા બીએમસીની અન્ય હૉસ્પિટલમાં પણ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.

મોરજકરે જણાવ્યું કે આઇસીયૂની મૉનિટરિંહ મશીનમાં સૉફ્ટવેર અપલોડ કરવામાં આવ્યું છે. આ સૉફ્ટવેરનું એક્સેસ આઇસીયૂમાં કાર્યરત ડૉક્ટરને આપવામાં આવશે. આ પ્રણાલી દ્વારા ડૉક્ટરોને તેમના મોબાઇલ પર આઇસીયૂમાં દાખલ દર્દીઓના અપડેટ મળશે. આની સાથે જ આ પ્રણાલીની મદદથી ડૉક્ટરને દર્દીઓના ક્લીનિકલ વર્કફ્લો ઑટોમેશન, ચાર્ટિંગ, ક્લીનિકલ ડેટા 24 કલાક મળી રહેશે. ડૉ. હેમંત દેશમુખે આ પ્રણાલીના વખાણ કર્યા છે.

mumbai mumbai news KEM Hospital coronavirus covid19