કાંદિવલીમાં 19 વર્ષના યુવાનના મૃત્યુથી ગભરાટ, કોરોના નથી એટલે રાહત

19 March, 2020 05:41 PM IST  |  Mumbai | Samiullah Khan

કાંદિવલીમાં 19 વર્ષના યુવાનના મૃત્યુથી ગભરાટ, કોરોના નથી એટલે રાહત

ટીનેજરનો મૃતદેહ તેના પરિવારને સોપવામાં નથી આવ્યો.

કોરોનાના વધતા બનાવો ચિંતાનો વિષય બન્યા છે. ત્યાં કાંદિવલીમાં 19 વર્ષના ટીનેજરના મૃત્યુએ લોકોમાં વધુ ગભરાટ ફેલાવ્યો હતો. ટીનેજરને ભારે તાવ આવતો હોવાથી તેને બુધવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું અને તેનો કોરોના વાયરસ (COVID-19) નો ટેસ્ટ નેગેટીવ આવતા રાહત અનુભવાઈ હતી.

સમતા નગર પોલીસે આપેલી માહિતિ મુજબ, જે ડૉક્ટરોએ ટીનેજરની સારવાર કરી હતી તેમણે જ પોલીસને તેના મૃત્યુની જાણ કરી હતી અને પોલીસે તેના મૃતદેહને અન્ય મૃતદેહોથી દુર રાખવાનું કહ્યું હતું. પોલીસના સૂચનો બાદ ડૉક્ટરોએ તેના લોહીનો નમુનો કોરોના વાયરસની તપાસ માટે કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલ્યો હતો. ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવતા રાહત થઈ હતી કે કોરેનાને લીધે તેનું મૃત્યુ નથી થયું.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ટીનેજરનો મૃતદેહ તેના પરિવારને સોપવામાં નથી આવ્યો. તપાસ દરમ્યાન ખબર પડી હતી કે તે એક મૅડિકલ સ્ટોરમાં કામ કરતો હતો અને છેલ્લા કેટલાક દિવસથી તેને ભારે તાવ આવતો હતો. થોડાક દિવસ તેણે દવા પણ લીધી, પરંતુ પરિસ્થિતિમાં સુધાર ન આવતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

coronavirus covid19 mumbai mumbai news kandivli