કોરોના ઇફેક્ટ : વીક-એન્ડમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે સૂમસામ

15 March, 2020 09:31 AM IST  |  Mumbai Desk

કોરોના ઇફેક્ટ : વીક-એન્ડમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે સૂમસામ

મુંબઇ-પુણે એક્સપ્રેસવે

મુંબઈ-પુણે વચ્ચેના એક્સપ્રેસ હાઇવે પર વીકએન્ડમાં મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થતી હોય છે. જોકે સરકારે લોકોને જરૂરી કામ વિના બહાર ન નીકળવાની સૂચના આપવાની સાથે ટૉકીઝ, થિયેટર, સ્વિમિંગ પૂલ અને મૉલ બંધ રાખવાનો આદેશ આપતાં મુંબઈ અને પુણે વચ્ચેના એક્સપ્રેસ હાઇવે પર ગઈ કાલે જૂજ વાહનો જોવા મળ્યાં હતાં.

ઉપરાંત રાજ્યમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાને લીધે પણ લોકો ગભરાટને કારણે બહારગામ જવાનું કે બહારગામથી આવવાનું ટાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આથી જ ૨૪ કલાક વાહનોની અવરજવરથી ધમધમતો મુંબઈ-પુણે એક્સપ્રેસવે એકદમ સૂમસામ થઈ ગયો છે.

મુંબઈ અને પુણેની વચ્ચેના ભાગમાં લોનાવલા, ખંડાલા, કર્જત જેવા હવા ખાવાનાં સ્થળ હોવાથી દર શનિ અને રવિવારે મોટા પ્રમાણમાં મુંબઈગરાઓ રિલેક્સ થવા ઊપડી જતા હોવાને લીધે આ એક્સપ્રેસવે પર ભારે ટ્રાફિક જૅમ સર્જાય છે.

પ્રાઇવેટ વાહનોની સાથે સરકારી અને લક્ઝરી બસો પણ મોટા પ્રમાણમાં મુંબઈ અને પુણે શહેર વચ્ચે દોડે છે. એમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news coronavirus