Corona Effects:શુક્રવારથી એસી લોકલ નહીં દોડાવવાનો પશ્ચિમ રેલવેનો નિર્ણય

19 March, 2020 03:35 PM IST  |  Mumbai | Rachana Joshi

Corona Effects:શુક્રવારથી એસી લોકલ નહીં દોડાવવાનો પશ્ચિમ રેલવેનો નિર્ણય

પશ્ચિમ રેલવેમાં એસી લોકલ દરરોજ ચર્ચગેટથી વિરાર વચ્ચે દોડે છે

મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થતો જ જાય છે. એટલે પશ્ચિમ રેલવેએ આવતીકાલ એટલે કે શુક્રવારથી એસી લોકલ નહીં દોડાવવાનો નિર્ણય લીધો છે. એસી લોકલને બદલે સાદી (નોન એસી) લોકલ દોડાવવાનું નક્કી કર્યું છે. જેથી પ્રવાસીઓને હેરાનગતિ ન થાય.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે આપેલી માહિતિ મુજબ, 31 માર્ચ 2020 સુધી પશ્ચિમ રેલવેમાં એસી લોકલ ટ્રેન દોડાવવામાં નહીં આવે. એસી લોકલની જગ્યાએ સાદી (નોન એસી) લોકલ દોડાવવામાં આવશે. જેથી લોકલ ટ્રેનની ફ્રિક્વન્સીમાં કોઈ ફરક ન પડે.

આ પણ વાંચો- કોરોનાની અસર: મધ્ય અને પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો રદ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ આજે લોકોને વિનંતી કરી હતી કે, શક્ય હોય એટલો સમય ઘરમાં જ રહો. જરૂર ન હોય તો પ્રવાસ કરવાનું ટાળો અને સાવચેતી રાખો.

coronavirus covid19 western railway mumbai trains mumbai local train