મુંબઈમાં ફરી કોરોના કેસની સંખ્યામાં ઉછાળો: નોંધાયા 16,420 નવા દર્દીઓ, સાતનાં મોત

12 January, 2022 08:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, મંગળવારે મુંબઈમાં 14,649 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો, પરંતુ છેલ્લા બે દિવસથી નિયંત્રણમાં રહેલા દર્દીઓની સંખ્યામાં આજે ફરી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 16,420 નવા કોરોનાવાયરસ મળી આવ્યા છે અને 7 લોકોનાં મોત થયાં છે. મંગળવાર કરતાં લગભગ 5,000 વધુ કોરોનાવાયરસ મળી આવ્યા છે. કોરોનાના દર્દીઓની આ સંખ્યાને કારણે પાલિકા વહીવટીતંત્રની માથાકૂટ વધી છે અને નાગરિકોએ તેમની કાળજી લેવી ફરજિયાત બની છે.

મુંબઈ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, મંગળવારે મુંબઈમાં 14,649 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. પરિણામે, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે સાત મૃત્યુ સાથે મુંબઈનો રિકવરી રેટ 87 ટકા રહ્યો છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,420 થઈ ગયો છે.

mumbai mumbai news coronavirus brihanmumbai municipal corporation