Coronavirus Outbreak: તાજ હૉટલના 22 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં

12 April, 2020 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: તાજ હૉટલના 22 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં

તાજ હોટલની ફાઈલ તસવીર

દક્ષિણ મુંબઈમાં આવેલી તાજ મહેલ હૉટલના 22 કર્મચારીઓનો કોરોના વાયરસ (COVID-19)નો રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. કર્મચારીઓને કોરોના થયો હોવાની શનિવારે મોડી રાત્રે ખબર પડી હતી. બધા કર્મચારીઓને બૉમ્બે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. તેમાંથી કેટલાકની હાલત સ્થિર છે.

તાજ શ્રુંખલાની સંચાલક ઈન્ડિયન હૉટલ્સ કંપની (IHC)એ તેના લગભગ 500 જેટલા કર્મચારીઓના કોરોના વાયરસના નો ટેસ્ટ કરાવ્યો છે. જેમાંથી 22 કર્મચારીઓનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે અને બૉમ્બે હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તાજ ગ્રુપની હૉટલોએ આરોગ્ય કર્મચારીઓને પોતાની હૉટલમાં રાખ્યા છે. આ પાર્શ્વભુમિ પર એવી અફવાઓ ઉડી રહી છે કે, ડૉક્ટર અને નર્સને ત્યાં રાખવામાં આવ્યા હોવાથી કર્મચારીઓને કોરોના થયો છે.

બૉમ્બે હૉસ્પિટલના કન્સલ્ટિંગ ફિઝિશિયન ડૉક્ટર ગૌતમ ભંસાલીએ કહ્યું હતું કે, તાજ હૉટલના કર્મચારીઓની સારવાર ચાલી રહી છે અને મોટા ભાગના લોકોની હાલત સ્થિર છે. જે કર્મચારીઓને કોરોના થયો છે તેના સંપર્કમાં આવેલા લોકોને પણ અલગ રાખવામાં આવ્યા છે.

coronavirus covid19 mumbai mumbai news taj hotel