પોલીસે એન્જિનિયર બનીને ચોરને પકડ્યો

08 December, 2020 10:57 AM IST  |  Mumbai | Vishal Singh

પોલીસે એન્જિનિયર બનીને ચોરને પકડ્યો

આરોપી ઇશાક મુલ્લા

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ એન્જિનિયરનો સ્વાંગ ધારણ કર્યો હતો અને ૭૬ લાખ રૂપિયાનું ભાડે લીધેલું ડ્રિલિંગ મશીન લઈને ફરાર થઈ જનાર શખસની ધરપકડ કરી હતી.

આરોપી ઇશાક મુલ્લા (૩૮)એ વિક્રમ ટેલિ ઇન્ફ્રા પ્રા. લિ. પાસેથી ૧૧ ઑક્ટોબરે હોરિઝોન્ટલ ડિરેક્શનલ ડ્રિલિંગ (એચડીડી) મશીન ભાડે લીધું હતું. કામ પૂરું થયે મશીન પાછું કરવાનું હતું, પરંતુ મુલ્લાએ ભાડું ન ચૂકવ્યું અને મોબાઇલ ફોન સ્વિચ્ડ-ઑફ કરી દીધો હતો. વળી, મુલ્લાએ કંપની સાથેના ઍગ્રીમેન્ટમાં જે સરનામું લખ્યું હતું એ સ્થળ તેણે બે વર્ષ પહેલાં છોડી દીધું હતું. ત્યાર બાદ કંપનીએ મલબાર હિલ પોલીસ સ્ટેશને ચોરીનો કેસ નોંધાવ્યો હતો.

ગોવંડી સાઇટ પર એન્જિનીયરોના સ્વાંગમાં પોલીસ, આરોપી ઇશાક મુલ્લાએ ચોરેલું ડ્રિલિંગ મશીન

ક્રાઇમ બ્રાન્ચે સમાંતર તપાસ હાથ ધરીને મુલ્લાના મોબાઇલ-નંબરનો સીડીઆર મેળવીને ફોન સ્વિચ્ડ-ઑફ કર્યા અગાઉ તે જે લોકોના સંપર્કમાં હતો એ નંબરને શૉર્ટલિસ્ટ કર્યા હતા. અધિકારીઓએ એન્જિનિયરોનો સ્વાંગ ધરીને એક નંબરનો સંપર્ક કરીને તે વ્યક્તિને તેમના બૉસને સોદો પાર પાડવા માટે બીજી ડિસેમ્બરે ગોવંનીડી સાઇટ પર મોકલવા જણાવ્યું હતું.

સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજય નિકુંભેની આગેવાની હેઠળ હૃદય મિશ્રા, સુનીલ હરાડ અને પ્રશાંત થિઠમેની ટીમ એન્જિનિયરો જેવો પોષાક ધારણ કરીને નિયત સમયે ગોવંડી સાઇટ પર પહોંચી હતી. મુલ્લા સોદાની ચર્ચા કરવા ટૂ-વ્હીલર પર પહોંચ્યો. જોકે તે જેમની સાથે વાત કરી રહ્યો છે તે એન્જિનિયર નથી એવું સમજાય તે પહેલાં જ તેને કસ્ટડીમાં લઈ લેવાયો હતો.

mumbai mumbai news govandi Crime News vishal singh