૨૬/૧૧ના હીરોએ પોતાને લોહીલુહાણ કરનારા ગુંડાઓને પીછો કરીને પકડ્યા

29 October, 2012 05:57 AM IST  | 

૨૬/૧૧ના હીરોએ પોતાને લોહીલુહાણ કરનારા ગુંડાઓને પીછો કરીને પકડ્યા



૨૦૦૮માં ૨૬ નવેમ્બરે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા વખતે પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબને જીવતો પકડવા બદલ પ્રેસિડન્ટ મેડલ મેળવનારા ૪૫ વર્ષના પોલીસ-નાઈક મંગેશ નાઈક પર મલાડ (વેસ્ટ)માં શનિવારે મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. બે ગ્રુપ વચ્ચે થયેલા ઝઘડાને રોકવા ગયેલા મંગેશ પર એક યુવકે પથ્થર ફેંકતાં તે જખમી થયો હતો. ટેરર અટૅક વખતે લોહીલુહાણ થવા છતાં કસબને જે રીતે પકડ્યો હતો એ રીતે આ હુમલાથી ડર્યા વિના અડધો કિલોમીટર સુધી હુમલાખોરોનો પીછો કરીને બે યુવકની તેણે ધરપકડ કરી હતી. આરોપીઓને પોલીસટીમને સોંપ્યા બાદ જ તે સારવાર લેવા મલાડમાં આવેલી હૉસ્પિટલમાં દાખલ થયો હતો.

કાંદિવલીના લાલજીપાડા વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષના ફિરોઝ શેખ અને બંડરપગડી વિસ્તારના રહેવાસી ૨૨ વર્ષના મંગેશ કદમની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

મંગેશ નાઈક મલાડ પોલીસ-સ્ટેશનની બીટ-નંબર ૧નો બીટ માર્શલ છે. શનિવારે રાત્રે ૧૧.૩૫ વાગ્યે તેને પોલીસ કન્ટ્રોલમાંથી ફોન આવ્યો કે મલાડ સબવે પાસે બે ગ્રુપ ઝઘડો કરી રહ્યાં છે. આને પગલે એક કોન્સ્ટૅબલ સાથે મંગેશ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસને જોઈને બન્ને ગ્રુપ ત્યાંથી ભાગવા લાગ્યાં હતાં. મંગેશ નાઈકે કહ્યું હતું કે ‘આ ગ્રુપ અમને જોઈને નાસી રહ્યાં હતાં એ વખતે અમે તેમનો પીછો કયોર્ હતો. રોડ પર ઘણું અંધારું હતું ત્યારે એક યુવકે મારા માથા પર પાછળથી મોટો પથ્થર માયોર્ હતો અને દીવાલ ઓળંગીને નાસી ગયો હતો. એ વખતે લોહીલુહાણ અવસ્થામાં અમે તેમનો પીછો કયોર્ હતો અને બે યુવકોની ધરપકડ કરી હતી.’

મલાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી એ વખતે લોહીલુહાણ અવસ્થામાં જોઈને મંગેશ નાઈકને તરત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. માથાનું સીટી સ્કૅન કરાવીને તેને ગઈ કાલે સવારે રજા આપવામાં આવી હતી. પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે જો સમસયર મંગેશ અને અન્ય કૉન્સ્ટેબલ લવાન્ડે ઘટનાસ્થળે પહોંચ્યા ન હોત તો કોઈ મોટી ઘટના બની હોત. મંગેશ નાઈકને પ્રેસિડન્ટ પોલીસ મેડલ પણ મળ્યો હતો. મંગેશ ૧૯૮૫માં પોલીસ સર્વિસમાં કૉન્સ્ટૅબલ તરીકે જોડાયા હતા. ત્યાર બાદ ૨૦૦૮માં ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશન સાથે જોડાયો હતો.

મુંબઈમાં આતંકવાદી હુમલા વખતે મંગેશ નાઈક ગિરગામ ચોપાટી પર બૅરિકેડ્સ રસ્તા પર રાખીને ગાડીઓનું ચેકિંગ કરી રહ્યો હતો. એ વખતે આતંકવાદી અબુ ઇસ્માઇલ અને અજમલ કસબ એકે-૪૭ રાઇફલ સાથે સ્કોડા કારમાં ત્યાં પહોંચ્યા હતા. તેમની કાર બૅરિકેડ્સ પાર કરીને આવી ત્યારે પોલીસે એને રોકી હતી. પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થતાં આતંકવાદી અબુ ઇસ્માઇલનું મૃત્યુ થયું હતું, જ્યારે કૉન્સ્ટેબલ તુકારામ ઓમ્બળેએ કસબને પકડી રાખ્યો હતો. જોકે તેના પર થયેલા ફાયરિંગમાં ઓમ્બળેનું મૃત્યુ થયું હતું. મંગેશ અને અન્ય તેના સાથીદારોએ કસબની ધરપકડ કરી હતી.

સીટી સ્કૅન = કમ્પ્યુટરાઇઝ્ડ ટ્રોમોગ્રાફી,

ડી. બી. માર્ગ = દાદાસાહેબ ભડકમકર